Tuesday, April 21, 2026
HomeGujaratAhmedabadGujarat : ફિક્સ પગારદાર કર્મચારીઓને 6 ટકા વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા...

Gujarat : ફિક્સ પગારદાર કર્મચારીઓને 6 ટકા વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા હાઇકોર્ટે કર્યો નાણા વિભાગને આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં આખો દિવસ કામ કરતાં કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court on Fixed-Pay Employees) આદેશ આપ્યો છે. રાજ્યની જિલ્લા પંચાયતોમાં ફૂલ ટાઈમ નોકરી કરતા કૉમ્પ્યુટર ઑપરેટર અને ડ્રાઈવરને વર્ષોથી પાર્ટ ટાઈમ કર્મચારી ગણીને અઢી હજારનો ફિક્સ પગાર ચૂકવાતો હોવાથી હાઇકોર્ટમાં અરજી થઈ હતી. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારના નાણા વિભાગ (Finance Department Gujarat) ને 6 ટકા વ્યાજ સાથે લઘુતમ વેતન જૂન મહિના સુધીમાં ચૂકવી દેવા માટે હુકમ કર્યો છે.

અરજદારો દ્વારા માગ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ તેમની પૉસ્ટના લઘુતમ પગારધોરણનો લાભ આપવામાં આવે. જે મામલે જિલ્લા વિકાસ અધિકારીએ 12 ડિસેમ્બર 2022ના અરજદારોના દાવાને નકારતો જે આદેશ રદ કર્યો હતો તે રદ કરવા માગણી કરવામાં આવી હતી. અરજદારોનો મુદ્દો એવો હતો કે, તેઓ લાંબા સમયથી 2500 રૂપિયાના ફિક્સ પગારે કામ કરે છે અને માત્ર નિશ્ચિત પગાર પર હોવાને કારણે તેમને લઘુતમ પગારથી વંચિત રાખી શકાય નહીં. સરકારે અગાઉ 8 કેટેગરી નક્કી કરી હતી અને તે તમામને આ પરિપત્રનો લાભ આપવામાં આવ્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular