નવજીવન. જામનગર: જામનગરમાં એક આશ્ચર્યચકિત કરવા વાળો કિસ્સો સામે આવ્યો છે. જામનગરના વતની અને અમેરીકામાં રહેતા એક યુવાનને જામનગરની એક યુવતી સાથે પ્રેમ થયો. ત્યાર બાદ બંનેએ પોતાના પરિવારને તેમના પ્રેમ વિષે વાત કરી અને બંને પરિવારની સંમતિથી તેમના લગ્ન નક્કી થયા. બે દિવસ પહેલા આ યુગલના લગ્ન હતા. લગ્ન દરમિયાન એવી એક ઘટના બની કે બંને પરિવારો વચ્ચે તકરાર થઈ હતી અને પછી તકરાર એટલી વધી કે છેલ્લે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરીકામાં સ્થાયી થયેલા આ યુવકને જામનગરની એક યુવતી સાથે પ્રેમ થયો અને બંને વ્યક્તિઓએ પરિવારની મંજૂરી લઈને લગ્ન કરવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે લગ્નમાં એક એવો રિવાજ હોય છે કે સાસુ વરરાજાનું નાક ખેંચે છે. આ લગ્નમાં આપણ આ રિવાજ મુજબ જ્યારે સાસુએ વરરાજાનું નાક ખેચ્યું ત્યારે જ વરરાજના પરિવારજનોએ સાસુમાં નો ઉધડો લઈ નાખ્યો. ત્યારે બંને પરિવારો વચ્ચે મોટી તકરાર ચાલી હતી.
આ સમગ્ર ઘટના દરમિયાન યુવતી પણ દરવાજા નજીક આવી પહોંચી હતી, અને પોતાની માતાનું અપમાન થતું જોઈને ભારે રકઝક બાદ યુવતીએ લગ્ન કરવાની ના પડી દીધી હતી. આમ આ દીકરીએ પોતાની માતાના સ્વમાન માટે પોતાના દરવાજે આવેલી જાન પાછી મોકલીને હિમ્મતભર્યું કામ કર્યું હતું. આ લગ્ન હોટલમાં રાખવામાં આવ્યા હતા. જાન પાછી જવાને કારણે હોટલમાં લગ્ન માટે બનેલું ભોજન પણ વ્યય થયું હતું. આ ઉપરાંત કન્યાપક્ષ દ્વારા મળેલી ભેટ સોગંદો પણ વરપક્ષને પરત કરી દીધી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












