નવજીવન.અમદાવાદ: અમેરિકા-કેનેડા બોર્ડર પર ભારે હિમવર્ષાના કારણે ગઈકાલે ચાર વ્યક્તિઓના એક પરિવારનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે વિદેશમંત્રીએ અમેરિકા અને કેનેડા સ્થિત ભારતીય એમ્બેસીને તપાસના સૂચનો આપ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પરિવાર ઉત્તર ગુજરાતના વતની છે. આ લોકો કેનેડા થઈને અમેરિકામાં જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
આજે આ ઘટના અંગે અમદાવાદમાં સરદારધામ ખાતે ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવા આવેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ” અલગ અલગ મીડિયા માધ્યમ દ્વારા જાણવા મળી રહ્યું છે કે અમેરિકા-કેનેડા બોર્ડર પર જે પરિવારનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે તે મૂળ કલોલના રહેવાસી હતા. ગઈકાલ રાતથી અમે પરિવાર સાથે સંપર્ક કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહની ઓફિસથી પણ પરિવારનો અને અમેરિકા અને કેનેડા સ્થિત એમ્બેસીનો સંપર્ક કરવામાં આવ્યો છે. અત્યારે જે કઈ પણ માહિતી મળી રહી છે તે સંભવિત માહિતી છે. ચોક્કસ નામ હજુ રેકોર્ડ ઉપર આવ્યા નથી.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમેરિકા જવા માટે લોકોની લાઈન લાગી છે. આપણાં દેશમાં લોકોને યોગ્ય તક મળતી નથી. મહેનત કરવા છતાં સારી નોકરી મળતી નથી જેના કારણે લોકો ખોટી રીતે પણ વિદેશ જવા માટે લાલચમાં આવી જાય છે. સરકારે એવી તક ઉભી કરવી જોઈએ જેના કારણે યુવાનોને પોતાના દેશમાં જ સારી નોકરીઓ મળે અને વિદેશ જવાનો મોહ ન રહે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












