Monday, May 25, 2026
HomeGujaratAhmedabadIPS અધિકારી સામે મીડિયા ખોટા આરોપ લગાશે તો થશે કાર્યવાહી : એસોસિએશન

IPS અધિકારી સામે મીડિયા ખોટા આરોપ લગાશે તો થશે કાર્યવાહી : એસોસિએશન

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : IPS એસોસિએશન ઓફ ગુજરાત ચેપ્ટર (IPS Association of Gujarat Chapter) ની તાજેતરમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદના અધિકારીઓ પ્રત્યક્ષ રીતે અને અન્ય જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવતા અધિકારીઓએ અને અન્ય વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી. આ બેઠકમાં જી.એસ. મલિક (G S Malik) ને પ્રમુખ તરીકે અને પિયુષ પટેલ (Piyush Patel) ને ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે નિપૂણા તોરવણે (Nipuna M Torawane) ને સેક્રેટરી અને એન. એન. ચૌધરી (N N Chaudhari) ને ખજાનચી બનાવાયા છે.

એસોસિએશનની કારોબારી સમિતિમાં ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir), અશોક યાદવ (Ashok Yadav), વિરેન્દ્ર યાદવ (Virendra Yadav), વિશાલ વાઘેલા (Vishal Vaghela), સુનિલ જોશી (Sunil Joshi), કરણરાજ વાઘેલા (Karanraj Vaghela), પાર્થરાજ ગોહિલ (Parthraj Gohil), રવિ તેજા વાસમસેટ્ટી (Ravi Teja Vasamsetty), રાજેશ ગઢીયા (Rajesh Gadhiya), રાજદીપસિંહ ઝાલા (Rajdeep Jhala), ઓમ પ્રકાશ જાટ (Om Prakash Jat), વિશાખા ડબરાલ (Vishakha Dabral), લવિના સિંહા (Lavina Sinha) અને આયુષ જૈન (Ayush Jain) નો સમાવેશ થાય છે.

- Advertisement -

એસોસિએશનની મીટિંગમાં સભ્યો વચ્ચે એવી પણ ચર્ચા થઈ કે, ઘણાં કિસ્સાઓમાં રસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા મીડિયા/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર IPS અધિકારીઓ સામે વ્યર્થ અને પાયાવિહોણા આરોપો (Baseless allegations against IPS officers) લગાવવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિઓમાં રજૂઆત થાય તો સંગઠને આગળ આવવું જોઈએ અને જરૂરી પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. 8મા પગાર પંચ (8th Pay Commission) સમક્ષ રજૂઆત કરવા અંગે ચર્ચા કરી. ઉપરોક્ત રજૂઆતના સંદર્ભમાં વિગતવાર નોંધ તૈયાર કરવા માટે એક પેટા-સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઉપરાંત IPS એસોસિએશનન માહિતીનું ઝડપી પ્રસારણ કરી શકે તે માટે ટ્વિટર હેન્ડલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular