Thursday, April 30, 2026
HomeGujaratઅમદાવાદ પોલીસ કમિશનરે 13 Police Inspector ની બદલી કરી અને 54 ને...

અમદાવાદ પોલીસ કમિશનરે 13 Police Inspector ની બદલી કરી અને 54 ને પોસ્ટિંગ આપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : રાજ્યભરના પોલીસ ઇન્સ્પેક્ટરોની પખવાડીયા અગાઉ કરવામાં આવેલી બદલીને લઈને અમદાવાદ શહેરમાં અનેક પોલીસ સ્ટેશન તેમજ બ્રાંચમાં જગ્યાઓ ખાલી પડી હતી. જ્યારે અન્ય સ્થળેથી બદલી થઈને શહેરમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને નિમણૂક આપવાની હતી. આજે પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) 13 પીઆઈની આંતરિક બદલી કરવાની સાથે સાથે બહારથી આવેલા 54 PI ને પોલીસ સ્ટેશન તેમજ જુદીજુદી બ્રાંચમાં નિમણૂક આપી છે.

અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) જ્ઞાનેન્દ્રસિંઘ મલિકે થોડા સપ્તાહ અગાઉ પીઆઈઓની આંતરિક બદલી કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યભરના પીઆઈઓની મોટાપાયે બદલી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાંથી અનેક પીઆઈઓની અન્ય શહેર, જિલ્લા અને બ્રાંચોમાં બદલી થતાં સ્થાનો ખાલી પડ્યા હતા. પોલીસ કમિશનરે બદલી થઈને આવેલા પીઆઈઓની સર્વિસ શીટ તેમજ આવડત, અનુભવના આધારે નિમણૂક આપવામાં આવી છે.

- Advertisement -

નારોલ પીઆઈ કે. એ. ગઢવી (PI K A Gadhavi) ની ભાવનગર બદલી થતાં તેમના સ્થાને IB માંથી આવેલા પીઆઈ જે. બી. અગ્રાવત (PI J B Agravat) ને પોસ્ટિંગ અપાયું છે. પોલીસ કમિશનરના રીડર પીઆઈ એ. એ. વછેટા (PI A A Vacheta) ની વટવા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જ્યારે ખેડાથી આવેલા પીઆઈ કે. કે. ઝાલા (PI K K Zala) ને સીપી રીડરની બદલીથી ખાલી પડેલા સ્થાને નિમણૂક અપાઈ છે. આંતરિક બદલીમાં નિકોલ પીઆઈ વી. એસ. વાઘેલા (PI V S Vaghela) ને કારંજ ખાતે અને તેમના સ્થાને EOW પીઆઈ એસ. એ. દેસાઈ (PI S A Desai) ની નિકોલ ખાતે આંતરિક બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત નવરંગપુરા, બોડકદેવ તેમજ શહેરની વિવિધ બ્રાંચમાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી અને પોસ્ટિંગ આપવા આવ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular