નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : Gujarat માં તંત્રના આર્શીવાદથી ખનન માફિયાઓ દસકાઓથી બેફામ બન્યા છે. મૃત્યુ પામેલા લીઝધારકના નામે બે નંબરનો કોલસો વર્ષોથી વેચવાના કૌભાંડનો સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં જ પર્દાફાશ થયો છે. દરમિયાનમાં એક નવું કૌભાંડ સામે સામે આવ્યું છે. જેમાં સરકારી તિજોરીમાં દંડની રકમ જમા કરાવવાના બદલે ખનન માફિયાઓએ બેંકના ખોટા ચલણો, સિક્કા અને સહીઓનો ઉપયોગ કરી 23.49 લાખનો ચૂનો લગાવ્યો છે. આ મામલે ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) ગુનો નોંધ્યો છે.
2025માં વાહનો છોડી દીધા, હવે કૌભાંડની જાણ થઈ
ગાંધીનગર કાર્યરત ભૂસ્તર વિજ્ઞાન-ખાણ ખનીજ કમિશનર કચેરીના રોયલ્ટી ઈન્સ્પેક્ટર નિસર્ગ ભટ્ટે સેક્ટર 7 પોલીસ સ્ટેશન (Sector 7 Police Station) માં ફરિયાદ નોંધાવી છે. ખાણ ખનીજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ડભોઈ પંથકમાં ગેરકાયદે ખનન અને વહન બાબતે તપાસ કરવામાં આવી હતી. જેમાં પકડાયેલા વાહનો જપ્ત કરાયા હતા અને સ્ટૉકધારકને દંડ ભરવા ગત વર્ષે જૂન-જુલાઈ મહિનામાં ચલણો અપાયા હતા. આરોપીઓએ આ ચલણો ભરી દીધા હોવાના પુરાવા કચેરીમાં રજૂ કરતા ગણતરીના દિવસોમાં વાહન મુક્ત કરી દેવાયા હતા. ઓગસ્ટ-2025માં કચેરી દ્વારા આ ચલણોની બેંકમાં ખરાઈ કરાવવામાં આવી ત્યારે 1 સપ્ટેમ્બર 2025ના રોજ બેંકના રિપોર્ટમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
બેંક ચલણમાં છેડછાડ અને નકલી સહી
આરોપીઓએ દંડની રકમ ભરવા માટે વિભાગ પાસેથી અસલી ચલણો મેળવ્યા હતા, પરંતુ બેંકમાં પૂરી રકમ ભરવાને બદલે છેતરપિંડી આચરી હતી. ચિરાગ રબારી (રહે. ડભોઈ, વડોદરા) , સોહમ ગજેરાએ (રહે. વડોદરા), હસમુખ કાંસકીવાલા (રહે. ડભોઈ) સહિતના શખસો સામે બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ નકલી ચલણો પર મદદનીશ નિયામક આર્જવ શુક્લાની ખોટી સહીઓ કરી કચેરીમાં સાચા તરીકે રજૂ કર્યા હતા. લાખો રૂપિયાના દંડ સામે નજીવી રકમ ભરીને ચલણમાં છેડછાડ કરી સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો પ્રયાસ કરાયો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








