નવજીવન.અમદાવાદઃ આઇપીએલ 2022ના મેગા ઓકેસન પહેલા હાર્દિક પંડ્યાને અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. રાશિદ ખાન અને શુભમન ગિલ ટીમના અન્ય બે ખીલાડી રહેશે. ગયા વર્ષની શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રીલીઝ કરવામાં આવેલો હાર્દિક ડેબ્યૂ બાદ મુંબઈ ટીમનો મુખ્ય આધાર રહ્યો હતો. ગયા વર્ષે આઇસીસી ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ દેખાવ બાદ હાલ ભારતીય ટીમમાંથી બહાર થઈ ચૂકેલા હાર્દિક માટે આ એક મોટી તક અને જવાબદારી છે. હાર્દિક અને રાશિદને ૧૫-૧૫ કરોડ માં પસંદ કરવામાં આવ્યા છે જ્યારે શુભમનને ૮ કરોડ માં સાઇન કરવામાં આવ્યા છે.
એ જોવું રસપ્રદ રહેશે કે હાર્દિક તેની નવી ફ્રેન્ચાઇઝી માટે બોલિંગ ની ફરજ પર પાછો ફરશે કે નહીં, જે તેણે પીઠમાં ઈજા થયા પછી કર્યું નથી. રાશિદ ખાન એ અમદાવાદ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદ કરવામાં આવેલું બીજું મોટું નામ છે. અફઘાન સ્પિનર ઘણા વર્ષોથી સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ વિભાગની કરોડરજ્જુ રહ્યો છે અને તે ચોક્કસપણે વિશ્વભરની ફ્રેન્ચાઇઝી ટી-૨૦ લીગમાં સૌથી મોટુ નામ છે.
શુભમન ગિલ એક પ્રતિભાશાળી ભારતીય ઓપનર છે, જેને કોલકાતા નાઇટ રાઇડર્સે તક આપી હતી અને ભૂતપૂર્વ અંડર-19 વર્લ્ડ કપ વિજેતાએ કેટલાક સારા દેખાવ સાથે તેનામાં બતાવેલા વિશ્વાસની ચુકવણી કરી હતી. ગત સિઝનમાં તેનું પ્રદર્શન બરાબર ન હોવાથી રિટેન્શન દરમિયાન ગિલને કલકત્તા દ્વારા તેને અવગણવામાં આવ્યો હતો અને તેના બદલે ટીમે વેંકટેશ અયિયરને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો, જેણે આઇપીએલ 2021ના બીજા હાફમાં કેકેઆરને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












