ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતના દિવસે જ ગૃહ વિભાગે એક મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. 01/04/2026ના આદેશમાં કુલ 35 અધિકારીઓને તાત્કાલિક અસરથી additional charge સોંપવામાં આવ્યો છે. કાગળ પર આ નિર્ણય “public interest” તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
પરંતુ આ આદેશને જો આપણે માત્ર કાગળ તરીકે નહીં, પરંતુ મેદાનની હકીકત તરીકે વાંચીએ તો એક અલગ જ ચિત્ર સામે આવે છે. PDFમાં દર્શાવાયેલા હાલના posting અને additional charge (વધારાના ચાર્જ) ના સ્થળો વચ્ચેનું અંતર માપીએ તો સ્પષ્ટ થાય છે કે ઘણા અધિકારીઓને પોતાના કાર્યસ્થળથી 10- 20 કે 50-100 કિમી નહીં, પરંતુ 200થી 400 કિમી સુધી દૂર જવાબદારી સોંપવામાં આવી છે.
આ લિસ્ટમાં કેટલાક નામો ખાસ ધ્યાન ખેંચે છે:
- Viral Chandan — Rajpiplaથી Savarkundla: અંદાજે 320 કિમી
- Vismay Manseta — Khambhaliyaથી Lathi: અંદાજે 230 કિમી
- Vishva Shah — Gandhinagarથી Bhuj: અંદાજે 380 કિમી
- Manisha Desai — Botadથી Naliya: અંદાજે 430 કિમી
- Harsha Chaudhary — Gandhinagarથી Vadodara Rural: અંદાજે 110 કિમી
- Chintan Patel– Rajkot Cityથી barvala botad: અંદાજે 176 કિમીથી
- Riddhi Gupte — Anandથી Santrampur: અંદાજે 140 કિમી
- Mittal Sakariya — Vadodaraથી Limkheda: અંદાજે 150 કિમી
- Milan Modi — Vadodara Ruralથી Surat City: અંદાજે 150 કિમી
- Parth Chovatiya — Anandથી Surat City: અંદાજે 200 કિમી
- D.V. Dodiya — Banaskanthaથી Gandhinagar: અંદાજે 180 કિમી
આ બધા નામો અને પોસ્ટિંગ લીસ્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

અહીં પ્રશ્ન માત્ર અંતરનો નથી. પ્રશ્ન એ છે કે એક અધિકારી, જે પહેલેથી જ પોતાના મૂળ કાર્યસ્થળ પર જવાબદારી સંભાળી રહ્યો છે, તે હવે આટલા લાંબા અંતરે બીજા ક્ષેત્રની જવાબદારી કેવી રીતે અસરકારક રીતે સંભાળશે?
ચૂંટણી સમયગાળો સામાન્ય દિવસોથી અલગ હોય છે. તેમાં policing માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવા પૂરતી નથી રહેતી, પરંતુ સતત monitoring, field presence અને ઝડપી નિર્ણય લેવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જ્યારે અધિકારીને બે અલગ વિસ્તારો વચ્ચે સતત મુસાફરી કરવી પડે, ત્યારે તેની કાર્યક્ષમતા પર સીધી અસર થવાની શક્યતા છે.

આ નિર્ણય પાછળનું કારણ પણ સ્પષ્ટ છે. ચૂંટણી પહેલા ઘણા પદો ખાલી હતા. સરકારે આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે additional chargeનો રસ્તો અપનાવ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ “વ્યવસ્થા” લાંબા ગાળે કાર્યક્ષમ બની શકે? આ ઉપરાંત પણ આ લીસ્ટમાં બીજી ઘણી કહાનીઓ સ્પષ્ટ થઈ રહી છે. જે લિસ્ટ જોતા જ તમારી નજરે પડે તેમ છે. તેથી આ લિસ્ટને સમય લઈને શાંતિથી જોશો.
મેદાન પર આ નિર્ણયનો અર્થ છે — ડબલ જવાબદારી, વધતી મુસાફરી, સ્થાનિક પરિસ્થિતિને સમજવામાં લાગતો સમય અને તેના કારણે નિર્ણય લેવામાં થતી મોડાશ.
ગૃહ વિભાગે કાગળ પર ખાલી જગ્યાઓ પૂરી કરી છે. હવે નજર મેદાન પર રહેશે — જ્યાં આ 100થી 400 કિલોમીટર વચ્ચેની દૂરી, માત્ર નકશામાં નહીં પરંતુ વાસ્તવિક policingમાં કેવી રીતે અસર કરે છે.








