નવજીવન ન્યૂઝ, રાજકોટ : સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસના ચોપડે ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા 29 આરોપીઓ પર 5 હજારથી 20 હજાર સુધીની રકમનું રોકડ ઇનામ રાજકોટ રેન્જ ડીઆઈજી Nirlipt Rai એ જાહેર કર્યું છે. વર્ષ 1999 થી લઈને વર્ષ 2024માં નોંધાયેલા ગંભીર કેસોમાં 5 સૌરાષ્ટ્રના આરોપીઓ છે. જ્યારે 24 આરોપી જુદાજુદા રાજ્યોના છે.
ડ્ર્ગ્સ, હત્યા, લૂંટ અને ધાડ સહિતના ગંભીર અપરાધોમાં સામેલ અને પોલીસ ચોપડે ફરાર અપરાધીઓની માહિતી રાજકોટ રેન્જ કચેરીએ તેમના તાબાના પાંચેય જિલ્લામાંથી મેળવી હતી. 29 ફરાર અપરાધીઓને ઝડપી લેવા દરપકડ વૉરંટ ઇસ્યુ થયેલા છે, પરંતુ સચોટ માહિતીના અભાવે પોલીસ તેમના સુધી પહોંચી શકતી નથી. ફરાર આરોપીઓની ભાળ મેળવવા માટે Rajkot Range DIG નિર્લિપ્ત રાયે કેસની ગંભીરતા અનુસાર 5 હજારથી લઈને 20 હજાર સુધીના રોકડ ઈનામ જાહેર કર્યા છે. સચોટ માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને માહિતી રાજકોટ રેન્જ કચેરીને આપવાની રહેશે.








