Friday, April 17, 2026
HomeGujaratAhmedabadકોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ક્લાસ-1 અધિકારી ભત્રિજાએ પત્નીને ગોળી મારી, પોતે પણ...

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ક્લાસ-1 અધિકારી ભત્રિજાએ પત્નીને ગોળી મારી, પોતે પણ આપઘાત કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ : અમદાવાદના પોશવિસ્તાર જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગત મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલએ તેની પત્નીને ગોળી મારી ત્યાર બાદ પોતના પર પણ ફાયરિંગ કરી આપધાત કરી લેતા ચકચાર મચી ગયો છે.

શક્તિસિંહ ગોહિલનો ભત્રીજો યશરાજસિંહ (ઉંમર-33 વર્ષ) થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1માં પ્રમોશન મળતા ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. તેમજ બે મહિના પહેલા જ રાજેશ્વરી સાથે તેમના લગ્ન થયા હતા. ગત રાત્રે બંને વચ્ચે થયેલા ઝઘડા બાદ યશરાજે પત્ની રાજેશ્વરીને ગોળી મારી દીધી હતી અને 108ની ટીમને જાણ કરી હતી.

- Advertisement -

108ની ટીમ દ્વારા સ્થળ પર આવીને રાજેશ્વરીને મૃત જાહેર કરતા ટીમ જેવી ઘરની બહાર નિકળી કે યશરાજે પણ પોતાના લાયસન્સવાળા હથિયારથી પોતાના પર ગોળીબાર કરી આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દોડી આવી અને સઘન બંદોબસ્ત ગોઠવી તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે વધુ માહિતી બહાર આવી શકે છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular