જય અમીન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી): શિયાળા દરમિયાન હાર્ટ એટેકના હુમલાઓમાં નોંધાપત્ર વધારો થતો હોય છે. મોડાસા એસટી ડેપો સંચાલિત મોડાસા ઢીમડા બસ ચાલકને મેઘરજ નજીક છાતીમાં દુઃખાવો ઉપડતા ડ્રાઈવરે મુસાફરો ભરેલી બસ સહી સલામત મેઘરજ બસ સ્ટેન્ડમાં પહોંચાડી હતી. મહિલા કંડકટરે 108 ઇમરજન્સી મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડતા મોત નીપજ્યું હતું. એસટી કર્મીઓ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ટીંટોઈ ગામના અને મોડાસા બસ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ ચંપાવત મોડાસાથી ઢીમડા બસ લઈને નીકળ્યા હતા. જયદીપસિંહ ચંપાવત મેઘરજ નજીક પહોંચતા અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા અને બેચેની અનુભવવા હતા. છતાં મુસાફરોથી ભરેલી બસને સહીસલામત રીતે મેઘરજ બસ સ્ટેન્ડમાં પહોંચાડી દીધી હતી. છાતીમાં અસહ્ય દુઃખાવો થતા મહિલા કંડકટરને જાણ કરતા મહિલા કંડકટરે 108 ને જાણ કર હતી. ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મેઘરજ સરકારી દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી હતી, અને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાનું જણાવ્યું હતું. પરંતું ડ્રાઈવર ખાનગી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા ડ્રાઈવરનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. આ બનાવથી સાથી મહિલા કંડકટર અને એસટી કર્મીઓ આઘાતમાં સરી પડ્યા હતા.
મોડાસા ઢીમડા એસટી બસના ચાલક જયદીપસિંહ ચંપાવતનું ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નીપજતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ડ્રાઈવરના પરિવારજનોએ રોકોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધવાનું મુખ્ય કારણ એ છે કે ઠંડા હવામાનને કારણે શરીરની ગરમી બચાવવા માટે રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે. આ સંકુચિતતા બ્લડ પ્રેશર વધારે છે, હૃદય પર કામનો ભાર વધારે છે અને હૃદયના ધબકારા ઝડપી બનાવે છે.હૃદય પર વધારે પ્રેસર આવતા હૃદય બંધ પડી જતું હોય છે
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








