Friday, May 1, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ પરત આવતા 2 યુવકના કાર અકસ્માતમાં મોત, ટ્રક સાથે થઇ ટક્કર

અમદાવાદ પરત આવતા 2 યુવકના કાર અકસ્માતમાં મોત, ટ્રક સાથે થઇ ટક્કર

- Advertisement -

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા-અમદાવાદ હાઇવે પર ગત મોડી રાત્રે સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકો મોત થયા છે. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

કારમાં સવાર મૃતકોની ઓળખ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે હાઇટ્સમાં રહેતા હાર્દિકભાઇ ધીરેન્દ્રભાઇ ઠક્કર (ઉંમર 37 વર્ષ) અને અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ સેક્ટર-7 સનસિટીમાં રહેતા જીમીતભાઇ ભરતભાઇ ભોજાણી (ઉંમર 39 વર્ષ) તરીકે થઇ છે. જ્યારે અમદાવાદમાં રહેતા પુનિત ધર્મેશભાઇ ઠક્કર ઇજાગ્રસ્ત થયા છે.

- Advertisement -

અકસ્માત એટલે ભયાનક હતો કે રાજસ્થાન પાસિંગની ટ્રક સાથે અથડાયા બાદ કાર પડીકું વળી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular