નવજીવન ન્યૂઝ, અમદાવાદ: મંગળવારે બપોરે ગાંધીનગરના નભોઇ નજીક નર્મદા કેનાલમાં કિયા સેલ્ટોસ કાર GJ03 MR 4783 ખાબકી હતી. આ ઘટનાને નજરે જોનારાઓ પોલીસ અને ફાયરબ્રેગડને જાણ કરી. જેથી ફાયરબ્રિગડ અને પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવી કેનાલમાંથી બે યુવક અને એક યુવતીના મૃતદેહને મોડી સાંજ સુધીમાં શોધી કાઢ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોમાં ઓળખ ભાઇ-બહેન અને અન્ય એક યુવકના રુપમાં થઇ છે. ત્રણ મૃતકોમાં ખુશી રાવલ, વેદ રાવલ અને હર્ષ બારોટનો સમાવેશ થાય છે. ખુશી રાવલ અને વેદ રાવલ ભાઈ-બહેન છે, જ્યારે હર્ષ બારોટ મૃતક વેદ રાવલનો મિત્ર છે. ભાઈ-બહેન અને હર્ષ બારોટ ત્રણેય ગાંધીનગર ફરવા આવ્યાં હતા. હર્ષ બારોટ તેના અન્ય મિત્રની ગાડી થોડો સમય માટે લઈને આવ્યો હતો અને અકસ્માત થયો હતો. ખુશી અને વેદ રાવલ અમદાવાદમાં હીરાવાડીના રહેવાસી છે. જ્યારે હર્ષ બારોટ અમદાવાદના નિકોલનો રહેવાસી છે.








