દિલીપ ચાવડા (નવજીવન. સુરત): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં જુદા જુદા કોર્ષ સાથે હવે વેદશાસ્ત્રનું પણ જ્ઞાન પરિસવામાં આવશે. પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત સમાન વેદોમાં સુક્ષ્મ રીતે છુપાયેલા વિજ્ઞાનનો પશ્ચિમી દેશો દ્વારા વ્યાપક રીતે ઉપયોગ કરી નવીનતમ ટેક્નોલોજીનો વિકાસ કરવામાં આ જ્ઞાનના ભંડારનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આ ગહનત્તમ જ્ઞાન અને આપણી વૈદિક વિરાસતોનો વિજ્ઞાનમાં વિવિધ ક્ષેત્રો જેવા કે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વીમાનશાસ્ત્ર અને યુધ્ધશાસ્ત્ર રસ અને સૌંદર્યશાસ્ત્ર, જિવવિજ્ઞાન, ખેતી અને સિંચાઇશાસ્ત્ર, આયુર્વેદ અને ઔષધિશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્ર સાથે રાજનીતિશાસ્ત્ર જેવા આધુનિક વિષયોમાં વૈજ્ઞાનિકો સંશોધનાત્મક અને તુલનાત્મક અભ્યાસુઓ દ્વારા થયેલા અભ્યાસનો “સાયન્સ ઇન વેદશાસ્ત્ર” માં અભ્યાસ કરાવવામાં આવશે.
તારીખ 24 જાન્યુવારીના રોજ આ કોર્ષનું યુનિવર્સિટીના કુલપતિ કિશોસિંહ ચાવડાના ઉદ્દઘાટન કરવામાં આવશે. કોર્ષમાં કુલ 15 વિષયોની છણાવટ વિશ્વ વિખ્યાત સંસ્થાઓના નાસા અને ઇસરો સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ઇતિહાસકાર અને ભાષાશાસ્ત્રી ડો. મિતુલ ત્રિવેદી દ્વારા કરવામાં આવશે. મિતુલ ત્રિવેદીના કહેવા મુજબ ભારતના જ્ઞાનભંડારો વેદોમાં વિજ્ઞાનનું જ્ઞાન નવી પેઢીઓ અને રસ ધરાવતા સર્વોને પોતાની આગળની પેઢીની વિરાસતથી વાકેફ થવા તેમજ હાલની શિક્ષણ પ્રણાલી અને સમાજની ગર્ભિત જરૂરિયાતોને સમજવા માટે ખૂબ મદદરૂપ થશે. આ કોર્ષની ફિ માત્ર 600 રૂપિયા રાખવામાં સાથે આમાં ધોરણ 7 સુધી અભ્યાસ કરેલા રસ ધરાવતા લોકોને એડમિશન આપવામાં આવશે. એડમિશન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન વેબસાઈટ પર લેવાનું રહેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












