નવજીવન ન્યૂઝ.વલસાડઃ વલસાડમાં એક યુવતી પોલીસે ઝડપી પાડી છે જે પોતે ધોરણ 12 પાસ હોવા છતા નકલી સરકારી અધિકારી બનીને યુવાનોને સરકારી નોકરી આપવાની લાલચ આપીને તેમની પાસેથી લાખો રૂપિયા ખંખેરતી હતી. યુવતીની વાકપટુતા કહો કે યુવાનોની સરકારી નોકરી મેળવવાની લાલસા આ યુવતીને લોકો રુપિયા આપવા પણ તૈયાર થઈ જતા હતા. અહીં સુધી કે આપી પણ દીધા હતા. હવે જ્યારે આ રૂપિયા આપ્યા પછી સરકારી નોકરી તો ના મળી પણ સામે ખાલી વાયદાઓ જ મળ્યા ત્યારે યુવાનોને ખ્યાલ આવ્યો કે આ તો છેતરાઈ ગયા. યુવાનો હવે પોલીસની મદદ લેવા પહોંચ્યા છે. યુવાનોએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોતાની કામગીરી કરતા આ યુવતીને ઝડપી પાડી છે.
લોભિયા હોય ત્યાં ધૂંતારાને ભૂખે મરવું પડે તેવું બને નહીં, આવું જ કાંઈક વલસાડમાં બન્યું છે. વલસાડના પારડી ખાતે આવેલા અંબાચ ગામની 23 વર્ષની નિમિશા નાયકા નામની યુવતી સામે ફરિયાદ નોંધાવવા 4 યુવાનો પોલીસ મથકે પહોંચ્યા. યુવતી સામે યુવાનોની ફરિયાદ હતી કે, નિમિષા હાલમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે. તેણે વ્હોસ્ટએપ દ્વારા સંપર્ક કરીને નોકરી અપાવવાની લાલચ આપી. તેણે આ લાલચ આપી ઉદવાડાના માનવ પટેલ પાસેથી 4.75 લાખ રૂપિયા એવું કહીને પડાવ્યા કે તેને તે કલેક્ટર ઓફિસમાં PA તરીકે નોકરી અપાવી દેશે. આ જ રીતે કપરાડાના વાજવડના ગુંકેશ પટેલ પાસેથી 39 હજાર લીધા. સામરપાડાના મિલન પટેલ પાસેથી 31,800 રૂપિયા ખંખેર્યા અને બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી રૂપિયા 4.13 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસ મથકમાં ફરિયાદ કરતા યુવાનોએ કહ્યું કે નોકરી ના મળી તો તેમને શંકા થઈ. તેથી તે પોલીસની મદદ લેવા આવ્યા છે. પોલીસે તુરંત મામલાની ફરિયાદ પર પગલા લેવાના શરૂ કર્યા. પોલીસે આ યુવતીને ઝડપી પાડી. પોલીસને આ દરમિયાન જાણકારી મળી કે આ યુવતી પોતે નકલી નાયબ મામલતદાર તરીકેનો ઢોંગ કરતી હતી. પોતે ધોરણ 12 પાસ છે અને યુવાનોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી તેમને છેતરતી હતી. મામલા અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાનોને તેમને રુપિયા ક્યારે મળે છે તે હવે જોવું રહ્યું પણ અહીં એટલું સ્પષ્ટ થાય છે કે સરકારી નોકરીની લાલચની પોટલી લઈ ધૂંતારાઓ પાસે મુકવામાં શાણપણ જરા પણ નથી. સરકારી નોકરી લેવા માટે ઘણા યુવાનોને તમે મહેનત કરતા તો જોયા જ હશે. આવા યુવાનો ખાતર પણ ખોટી રીતે સરકારી નોકરી મેળવવાની લાલચ પણ રાખતા મન કચવાય તો સમજજો તમારી અંદરનો માણસ જીવતો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








