Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadગુજરાતને 7 દિવસ વાવાઝોડું ધમરોળશેઃ ભારે પવન સાથે વરસાદ, માછીમારોને ચેતવણી

ગુજરાતને 7 દિવસ વાવાઝોડું ધમરોળશેઃ ભારે પવન સાથે વરસાદ, માછીમારોને ચેતવણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ અને વાવાઝોડાના જોખમને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આવો જાણીએ શું કહે છે. ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં લો પ્રેશર સર્જાવાને કારણે લગભગ આજ રાત્રી કે આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તો ગુજરાતમાં સાત દિવસ સુધી જોરદાર વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. ભારે પવનનું જોખમ હોઈ માછીમારોને પણ સાગર ના ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોને માર્કેટ યાર્ટ તરફથી પણ સૂચના આપવામાં આવી છે કે ખેડૂત અને વેપારીઓ પોતાની જણસી સલામત રીતે રાખવાની તૈયારીઓ કરી લે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભાવનગર, સુરત, તાપી, વલસાડ, નવસારી, અમરેલી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના જિલ્લાઓના વહીવટી તંત્રોને એલર્ટ કરીને 24*7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

- Advertisement -

અંબાલાલ પટેલ કહે છે કે, વાવાઝોડાનું અનુમાન તો હવામાન વિભાગ કરશે. લો પ્રેશર ડિપ્રેશનમાં તબદીલ થશે અને 22થી 25 સુધીમાં વાવાઝોડું બનશે. સમુદ્રનામાં તેની લગભગ 100 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ હશે. મે પછી તે રિટર્ન થઈ પાછું ગુજરાત તરફ આવશે. આ વાવાઝોડાની અસર 26થી 30 મે સુધી રહે તેવી શક્યતા છે. આ વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદની સંભાવનાઓ છે. હાલમાં અંદમાન-નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ થશે. કદાચ મંદ પડે તો 4થી 5મી જુને આવી શકે છે, પણ ચોમાસું વહેલું આવવાની શક્યતાઓ રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મંગળવારે ધારી, મહુવા, અમરેલી સહિત ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવ્યો હતો. અહીં સુધી કે મહુવામાં ડુંગળીનો જથ્થો, જુનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં રહેલી મોંઘા ભાવની કેરીઓના બોક્સ સહિત ઘણું નુકસાન થયું હતું. આ વખતે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, નર્મદા, ભરૂચ, અમરેલી અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ અને પવનને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular