નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગઈકાલે કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) અને ભૂષણ ભટ્ટ (Bhushan Bhatt) વચ્ચે ડાયાલિસિસ (Dialysis) સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે તક્તીમાં નામ બાબતે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેને લઈ ધારાસભ્યએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને તક્તીમાં નામ નહીં આવે તો તક્તી બદલી નાખવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બહેરામપુરામાં ચેપી રોગની હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જે સેન્ટરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગમાં આવનાર મુખ્ય મહેમાનનું નામ તક્તીમાં દર્શાવવામાં આવ્યું છે, પણ જમાલપૂર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેદાવાલાનું નામ તક્તીમાં નથી. તેમજ ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાં પણ ઈમરાન ખેડાવાલાનું નામ નથી. જેના કારણે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તક્તી પર બ્લેક સ્પ્રે લગાવી દીધો હતો.
ઈમરાન ખેડાવાએ તક્તીમાં નામ ન હોવા બાબતે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, મારા મત વિસ્તારમાં ડાયાલિસિસ સેન્ટર માટે અનેકવાર રજૂઆતો કરી છે. જેના પરિણામસ્વરૂપ આજે સેન્ટર ઊભું થયું છે, પણ ક્યાય એટલે કે ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાં કે તક્તીમાં મારુ નામ નથી. સેન્ટર ઊભા કરવાના પૈસા ભાજપે કમલમમાંથી નથી આપ્યા. લોકોના ટેક્સના પૈસામાંથી આ બધા કામ થાય છે. જો કે આ બાબતે ભૂષણ ભટ્ટે પણ ઈમરાન ખેડાવાલા માટે લખ્યું કે, તમે કઈ જ કર્યું નથી. લોકો બધુ જ જાણે છે. એવામાં ઈમરાન ખેડાવાલાએ તક્તીમાં નામ લખવા બાબતે ધમકી આપતા કહ્યું કે, જો મારુ નામ તક્તીમાં ઉમેરવામાં નહીં આવે તો હું તક્તીને ઉખેડી નાખીશ અને નવી તક્તી લગાવી દઈશ.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








