નવજીવન ન્યૂઝ. પાટણ: Patan News : ગુજરાતમાં રખડતાં ઢોરના કારણે અનેક અકસ્માતો થયા છે, અનેક લોકોએ રખડતાં ઢોરને લીધે જીવ ગુમાવ્યો છે. અકસ્માતોની (Road Accident) વણજાર વચ્ચે સાંતલપુર ચારણકા રોડ પર જંગલી પશુ રસ્તા આડે આવી જતાં ભયંકર કાર અકસ્માત (Car Accident) થવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણના સાંતલપુર ફાંગલી રોડ પર અકસ્માત થયો છે. કોઈ સબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી પ્રમાણે જોષી પરિવાર સાંતલપુર રોડ પરથી ચારણકા જઈ રહેલી કાર પાણીમાં ખાબકી હતી. અચાનક રસ્તા આડે કોઈ જંગલી પશુ આવી જતાં કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતાં જ સ્વિફ્ટ કાર રસ્તાની બાજુમાં ધકેલાઈ ગઈ હતી અને પાણીમાં ડૂબી ગઈ હતી.
કારમાં એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા હતા. જેમાં જોષી પરિવારના પતિ પત્ની અને બે બાળકો મોતને ભેટ્યા છે. એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટતા પરિવાર અને સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાને લઈ અકસ્માતનમાં મોતને ભેટેલા ચાર લોકોને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








