Tuesday, June 23, 2026
HomeGujaratછેલ્લા નોરતામાં બાળકીના ઈનામ બાબતે થયેલી બોલાચાલી હત્યા સુધી દોરી ગઈ, પોલીસે...

છેલ્લા નોરતામાં બાળકીના ઈનામ બાબતે થયેલી બોલાચાલી હત્યા સુધી દોરી ગઈ, પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પોરબંદર: આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિ (Navaratri 2023) રક્તરંજીત રહી છે. આમ તો નવરાત્રિ શક્તિની આરાધના કરવાનો પર્વ છે. પણ નાની બાબતોમાં માણસ એટલો તો ઉશ્કેરાઈ જાય છે કે, ગમે તે વ્યક્તિનો જીવ પણ લઈ બેસે છે. ત્યારે પોરબંદરમાં (Porbandar) એક 11 વર્ષની બાળકીના ઈનામ બાબતે આયોજકો સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં બાળકીના પિતાની હત્યા થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીક નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા યુવક યુવતીઓને ગરબા રમવા બાબતે ઈનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઈનામની જાહેરાતને લઈ આઠમના દિવસે એક 11 વર્ષની બાળકીને બે ઈનામ આપવાની જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી હતી, પણ છેલ્લા દિવસે જ્યારે બાળકીને ઈનામ આપવા માટે સ્ટેજ પર બોલાવી ત્યારે આયોજકો દ્વારા માત્ર એક જ ઈનામ આપવામાં આવ્યું હતું. જેના કારણે બાળકીની માતાએ બે ઈનામો માટે માગણી કરી હતી. ત્યારે આયોજકે એમ કહ્યું કે, એક જ ઈનામ મળશે લેવું હોય તો લઈ લો નહીં તો ચાલ્યા જાઓ. જેના કારણે બાળકીની માતા અને આયોજકો વચ્ચે ઈનામ બાબતે બોલાચાલી થઈ હતી. બાળકીના પિતા સરમણ ઓડેદરા અને આયોજકો વચ્ચે પણ આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આયોજકોએ સરમણ આડેદરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબત અહિયાં પૂરી થઈ ગઈ હતી પણ નવરાત્રીના આયોજકો રાત્રે 2 વાગ્યાની આસપાસ સરમણ આડેદરાના ઘરે ગયા હતા અને તેને માર મારવા લાગ્યા હતા. 6 આરોપીઓએ ભેગા મળી સરમણ આડેદરાને ઘરે જઈ લાકડીથી માર માર્યો હતો તથા તેને ઉપાડી ચોકમાં લઈ આવ્યા હતા. ત્યાં પણ આરોપીઓએ તેને માર માર્યો હતો. ઘટનાને લઈ મૃતકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સારવાર અર્થે સરમણ આડેદરાને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -

પોલીસે મૃતકની ફરિયાદને આધારે આરોપીઓ રાજા મારૂ કછડિયા, રાજૂ કેશવાલા, પ્રતિક કિશન, રાજૂ કેશાવાળાની પત્ની તથા રાજ કછડિયાની પત્ની સહિત 6 આરોપીઓ સામે હત્યા મુજબની ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular