નવજીવન ન્યૂઝ. પટના: Patna News : ભારતમાં નેતાઓ દ્વારા અસ્પૃશ્યતા નિવારણની પોકળ વાતો કરવામાં આવે છે, ત્યારે દલિતો સાથે કરવામાં આવતો વ્યવહાર સાબિત કરે છે કે, આજે પણ દલિત મહિલાઓ સુરક્ષિત નથી. અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે, જે માણસના કાળજાને કંપાવી મૂકે છે. ત્યારે બિહારના પટનામાં પણ દલિત મહિલાને પૈસાની ઉઘરાણી બાબતે નગ્ન કરી પરેડ કરાવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બિહારની રાજધાની પટનામાં ખુશાપુરા વિસ્તારમાં દલિતો રહે છે. આ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના જ ગામના દબંગ પ્રમોદસિંહ પાસેથી 1500 રૂપિયા જેટલી રકમ વ્યાજ પર લીધી હતી. જો કે, મહિલાએ વ્યાજે લીધેલ રકમ પ્રમોદને ચૂકવી દીધી હોવા છતાં પ્રમોદની દાનત બગડી હોવાથી પ્રમોદ અવાર-નવાર દલિત મહિલા પાસે પૈસાની ઉઘરાણી કરતો હતો. કેટલીક વાર તેના માણસોને પણ દલિત મહિલા પાસે ઉઘરાણી માટે મોકલતો હતો. પ્રમોદ અગાઉ મહિલા દલિતને મારવાની ધમકી પણ આપી ચૂક્યો હતો. તે બાબતની પોલીસઅને જાણ કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
શનિવારે પ્રમોદ તેના પુત્ર અંશુ સાથે મહિલાના ઘરે ગયો હતો. પ્રમોદે દલિત મહિલા અને તેના પતિ સાથે પૈસા બાબતે મારામારી કરી હતી. હદ તો એ વાતની છે કે, મહિલાના વાળ પકડી તેને નગ્ન કરી આજુબાજુના વિસ્તારમાં મહિલાની નગ્ન પરેડ પણ કરી હતી. પ્રમોદ સાથે રહેલા તેના પુત્ર અંશુને પેશાબ પીવડાવવાનું કહેતા અંશુએ દલિત મહિલાને પોતાનો પેશાબ પણ પીવડાવ્યો હતો. આરોપી પ્રમોદ અને તેના પુત્ર અંશુ વિરુદ્ધ ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આજુબાજુના લોકો ગભરાઈ ગયા હતા. દલિત મહિલાને આરોપીએ કરેલી મારામારીમાં માથામાં ગંભીર ઈજા પણ પહોંચી છે. દલિત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








