નવજીવન ન્યૂઝ. મહીસાગર: Mahisagar ACB Trap : ગુજરાતમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો સામે આવતી રહે છે. ક્લાર્ક, પોલીસ, અધિકારી અને કર્મચારીઓ દ્વારા કામ કરાવવાના નામે ભ્રષ્ટાચાર નવી વાત નથી પણ જ્યારે કોઈ એમ કહે કે, શાળાના શિક્ષક દ્વારા લાંચની માગણી કરવામાં આવી છે. ત્યારે વાત જરા વિચિત્ર લાગે છે, પણ મહીસાગરના (Mahisagar) કડાણામાં આવેલી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં બે શિક્ષકો દ્વારા લાંચ (Bribe) લેવાની ઘટનાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, મહીસાગર જીલ્લામાં કડાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈનચાર્જ આચાર્ય અને બીજા એક શિક્ષક દ્વારા લાંચની માગણી કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઈનચાર્જ આચાર્ય અને શિક્ષકે લાંચની રકમ પણ કેવા કામમાંથી માગી છે? વિધાર્થીઓને અપાતાં ભોજન અને નાસ્તાના બિલની રકમમાંથી લાંચની માગણી કરવામાં આવી હતી. એક ખાનગી કંપનીને એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં વિધાર્થીઓને અપાતાં ભોજન અને નાસ્તાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટમાં નક્કી થયેલ દર મુજબ કંપનીને સ્કૂલ દ્વારા રકમ ચૂકવવામાં આવતી હતી. ખાનગી કંપની દ્વારા શાળામાં અપાતાં ભોજન અને નાસ્તાના સંચાલન માટે એક મેનેજરને રાખવામા આવ્યો હતો. શાળાના ઈનચાર્જ આચાર્ય અને શિક્ષકે આ મેનેજર પાસે લાંચની રકમ માગી હતી.
ઈન્ચાર્જ આચાર્ય બિલની રકમના ચેક અટકાવી રાખતો હોવાથી ખાનગી કંપનીના મેનેજરે અગાઉ ઈનચાર્જ આચાર્યને લાંચની અડધી રકમ આપી હતી. બીજીવાર લાંચની 26,000 રકમની માગણી આચાર્ય અને શિક્ષકે કરતાં મેનેજરે તેના ઉપરી અધિકારીને વાત કરી હતી. જેથી કંપનીની ઉપલા અધિકારી લાંચ આપવા માગતા ન હોવાથી તેઓએ ગોધરા એસીબીનો સંપર્ક કર્યો હતો અને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગોધરા એસીબીએ છટકું (ACB Trap) ગોઠવ્યું હતું. એસીબીએ ગોઠવેલા છટકા મુજબ આચાર્યની ઓફિસમાં જ 26,000ની લાંચ લેતા ઈનચાર્જ આચાર્ય અને શિક્ષકને પકડી પાડવામાં આવ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








