નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદનું એસ. જી. હાઈવે પર અવાર-નવાર ગમખ્વાર અકસ્માતની (Ahmedabad Accident) ઘટનાઓ બની રહી છે. કેટલા બેદરકાર વાહનચાલકોના કારણે અનેક નિર્દોશોને જીવ ગુમાવવો પડે છે, ત્યારે અમદાવાદના એસ. જી. હાઈવે પાસે આવેલા પકવાન ચાર રસ્તા પાસે કારને અકસ્માત (Car Accident) નડ્યો છે. જેમાં 3 લોકોનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલ આ મામલે એસ. જી. હાઈવે 2 પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, અમદાવાદમાં રહેતા 5 જેટલા મિત્રો મોડી રાત્રે અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે આવેલા ફૂડ કોર્ટમાં નાસ્તો કરવા ગયા હતા. ત્યારબાદ તેઓ નાસ્તો કરી ઈસ્કોન બ્રિજ થઈને પકવાન ચાર રસ્તા તરફ કારમાં પૂરઝડપે નીકળ્યા હતા. ત્યારે અચાનક કાર ડિવાઈડર સાથે અથડાતા કારચાલક નિમેષ પ્રજાપતિએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને લઈ કાર ગુરુદ્વારા અંડરબ્રિજ નીચે ડિવાઈડર પર લાગેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનચાલકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. લોકોએ ત્વરિત ઘટનાની જાણ એમબ્યુલેન્સને કરતા એમબ્યુલેન્સનો કાફલો બનવાસ્થળે દોડી આવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં કારમાં સવાર નરેશ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અસારવાની સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે અશોક પ્રજાપતિ અને કૌશલ પ્રજાપતિને પણ મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બેમાંથી એકની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ એસ. જી. હાઈવે 2 ટ્રાફિક પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જેમાં ત્રણ લોકોના મૃત્યુના પગલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે મૃતકના પરિવારને જાણ કરતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796