વર્ષાન્ત સુધીમાં આયર્ન ઓરના ભાવ ૧૦૦ ડોલરથી નીચે જતાં રહેશે
ચીનના ઈકોનોમીના આંતરપ્રવાહ હજુ પણ નબળા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વર્ષાન્ત સુધીમાં આયર્ન ઓરના (Iron Ore) ભાવ ૧૦૦ ડોલર પ્રતિ ટનથી નીચે જતાં રહેશે આવી આગાહી, આગેવાન ઓસ્ટ્રેલિયન નિકાસકારોએ કરતાં, છેલ્લા બે સપ્તાહથી ચાલતી આયર્ન ઓરની તેજી ટૂંકજીવી સાબિત થઈ છે. હજુ થોડા સપ્તાહ પહેલા જ ભાવ ૧૦૦ ડોલરની અંદર બેસી ગયા હતા, પણ સોમવારે સિંગાપુર સપ્ટેમ્બર વાયદો ૧૧૩.૪૦ ડોલર મુકાયો હતો. ગત સપ્તાહે વાયદો એક મહીંનાની ઊંચાઈએ ૧૧૪.૮૫ ડોલર ક્વોટ થયો હતો. ચીનના ડેલિયાં કોમોડિટી એક્સ્ચેન્જ પર જાન્યુઆરી વાયદો વધી ૮૨૧ યુઆન (૧૧૨.૭૩ ડોલર) બોલાયો હતો. શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ પર બેન્ચમાર્ક સ્ટીલ રિબાર ૦.૭ ટકા, હોટ રોલ્ડ કોઈલ ૧.૧ ટકા, વાયર રોડ ૦.૬ ટકા અને સ્ટેનલેસ સ્ટીલ વાયદા ૦.૧ ટકા ઘટયા હતા.
ચીન તેની ઢબી રહેલી ઇકોનોમીને ટેકા પૂરા પાડવા નીતિવિષયક નિર્ણય લેશે, અને ટૂંકાગાળામાં સ્ટીલના કાચામાલમાં માંગ નીકળશે, એવા આશાવાદ વચ્ચે ગત સપ્તાહે આવેલી તેજી બાદ હવે ટ્રેડરોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા સોમવારે આયાર્ન ઓર દિશાદોર વગરની થઈ ગઈ હતી. સરકાર સંચાલિત શિંગહું ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે લી ક્વિંગની આગેવાનીમાં મળેલી કેબિનેટ મિટિંગમાં પરવડે તેવા ઘરો બાંધવાની યોજના સંદર્ભની ગાઈડલાઇન તૈયાર કર્યાના સમાચાર છતાં પણ બજારમાં સાવચેતી પ્રર્વર્તતી હતી.
નેશનલ ઓસ્ટ્રેલિયન બેન્કના એનાલિસ્ટ કહે છે કે ચીનનું રાહત પેકેજ હવે ટ્રેડરોનું મુખ્ય ફોકસ રહેશે. ચીનના આઉટલૂકને સુધારવા માટે વધુ પગલાં આવશ્યક છે, એમ તેમનું માનવું છે. ચીનના મેન્યુફેક્સચરિંગ ડેટ તેમજ ચીનના પ્રોપર્ટી ડિલરોની આવક અને સ્ટીલ ઉત્પાદનના આંકડા જે આ સપ્તાહે રજૂ થનાર છે, તેના પર પણ ભાવિ આંતરપ્રવાહ માટે બજારની નજર રહેશે. આ ક્ષેત્રે મોટા ઉત્પાદકો પણ પીએમઆઈ નિર્દેશિત થાય તેની રાહ જોઈ રહ્યા છે.
આઈએનજીના ઇકોનોમિસ્ટ કહે છે કે જાગતિક માંગ જ્યારે નબળી પડી રહી છે ત્યારે ચીનમાં પણ માંગ ધીમી ના પડી જાય તેની ખેવના સરકારને છે, અને તે માટે જ મોટી સહાયની રાહ જોવાઈ રહી છે, જે બજારને દિશાદોર દાખવશે. ચીન જે વ્યૂહાત્મક આંકડા રજૂ કરશે, તેનાથી દેશનો આર્થિક સંઘર્ષ કેવોક છે તે ખ્યાલ આવશે. ચીનના ઔધ્યોગિક એકમોનો નફો ગતવર્ષના જુલાઇ કરતાં ૬.૭ ટકા નબળો સાબિત થયો હતો, જે સતત સાતમા મહિને નબળો રહ્યો હતો.
વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનના ગત સપ્તાહના ડેટા કહે છે કે જુલાઈમાં ચીનનું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન વર્ષાનું વર્ષ ૧૧.૫ ટકા વધ્યું હતું. કોમનવેલ્થ બેન્કના વિવેક ધર કહે છે કે ઉત્પાદનમાં આટલો મોટો ઉછાળો એટલા માટે જણાય છે કે ગતવર્ષે તેમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. અમે હજુ પણ માનીએ છીએ કે ચીનની સ્ટીલ માંગ નબળી રહેશે, જેથી ઉત્પાદન ઘટાડાની ફરજ પડશે.
એએનઝેડના કોમોડિટી એનાલિસ્ટ કહે છે કે બે સપ્તાહથી બજારના ફંડામેનટલ્સ જે રીતે રમત કરી રહ્યા છે તેનાથી અમને આશ્ચર્ય થયું છે. અમે તો માનતા હતા કે સ્ટીમ્યુલસ પેકેજને લીધે તમામ ઔધ્યોગિક એકમોમાં વ્યાપક તેજી લાવશે. એએનઝેડ કહે છે કે ઊલટાનું અમને કોઈ આશ્ચર્ય નથી થતું કે ઈકોનોમીના આંતરપ્રવાહ હજુ પણ નબળા છે. અમે જે મુદ્દાઓ જોઈ રહ્યા છીએ તેનાથી વિપરીત અમને નથી લાગતું કે બજારમાં કોઈ તેજી આવે અને તે લાંબા સમય સુધી જળવાઈ રહે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








