Friday, May 1, 2026
HomeGeneralનેતાઓ માટે નિયમો બનવા જરૂરી: વેરાવળમાં મેરથોન દોડમાં હજારો લોકોને સાંસદે...

નેતાઓ માટે નિયમો બનવા જરૂરી: વેરાવળમાં મેરથોન દોડમાં હજારો લોકોને સાંસદે આપી લીલી ઝંડી

- Advertisement -

નવજીવન વેરાવળ: વેરાવળમાં સાંસદ રાજેશ ચુડાસમાએ કોરોનાના નિયમો નેવે મૂકીને મેરથોન દોડને લીલી ઝંડી આપી હતી. દેશભરમાં કોરોનાનો ફરીએકવાર રાફડો છે. જ્યારે ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. પરંતુ રાજકીય પક્ષના નેતાઓને જરાય આ બાબતની ચિંતા જ ન હોય તેમ રોજબરોજ દ્રશ્ય સામે આવતા હોય છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મેરથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. જો કે લોકોએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જો કે આ મેરથોનમાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સહિતના અધિકારીઓએ મેરથોન દોડને લીલી ઝંડી આપી હતી.

- Advertisement -



જો કે આટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થવા છતાં પોલીસ અને જિલ્લા તંત્ર મુકપ્રક્ષક બની તમાશો જોતાં રહી ગયા હતા. શું ભાજપ સાંસદને પણ ભાન ન હોવુ જોઇએ આવા ભીડ ભેગી થાય તેવા આયોજનને પડતા મૂકવા આયોજકોને સમજાવે. ગુજરાતમાં વાઇબ્રન્ટ, ફ્લાવર શો અને પતંગોત્સવ જેવા કાર્યક્રમ રદ્દ કર્યા છે. તેવામાં નેતાઓ દ્વારા રોજબરોજ નિયમોનું ઉલઘન થતાં સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular