Thursday, April 16, 2026
HomeGujaratબાળકો ઝાડીઓમાં રમતાં હોય તો ધ્યાન રાખજો, એક કિશોરને કાળોતરો કરડતાં મોત;...

બાળકો ઝાડીઓમાં રમતાં હોય તો ધ્યાન રાખજો, એક કિશોરને કાળોતરો કરડતાં મોત; આખું ગામ શોકમય

- Advertisement -

નવજીવન ન્યૂઝ,ડીસા: Banaskantha News: ઉત્તર ગુજરાતનાં ડીસામાં (Deesa) એક ખૂબજ દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં મુડેઠાના 12 વર્ષના કિશોરનું સાપ કરડવાથી (Snake Bite) મૃત્યુ થયું છે. કિશોર પોતના ઘર પાસે બૂટ ધોઈ સુકવવા જતાં તે વખતે ઝાડીમાં રહેલા સાપે પગના ભાગે કરડતાં તેને સારવાર અર્થે ડીસા લઈ જતા હતા, ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, ડીસા તાલુકાના મુડેઠા ગામે રહેતો કિશોર અદુભા રાઠોડ (ઉં.વ.12) પોતાના ઘર આગળ બૂટ ધોઈને સુકવવા જતો હતો તે દરમિયાન ઘરની આગળ પડેલી બાવળની ઝાડીમાં કાળોતરો સાપ કરડ્યો હતો. જેથી કિશોરે બુમાબુમ કરતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ડીસા લઈ જવા રવાના થયા હતા. પરંતુ કમનસીબે રસ્તામાં જ અદુભા રાઠોડનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. પ્રકાશસિંહ રાઠોડને કુટુંબમાં ત્રણ ભાઇઓ છે. જેમાં પ્રકાશસિંહના પરિવારમાં મૃતક અદુભા એક દીકરો અને એક નાની દીકરી છે. જ્યારે અન્ય બે ભાઇઓમાં એકના લગ્ન કરેલ છે અને એક ભાઇ કુંવારો છે. લગ્ન કરેલા ભાઈને કોઈ સંતાન નથી. આમ, પરિવારના ત્રણ ભાઈઓમાં એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોવાથી ઘર ઉપર આફતનો પહાડ તૂટી પડ્યો છે. પરિવાર સહિત આખાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular