Friday, November 6, 2026
HomeGeneralરાજકોટ મારવાડી યુનિ.ના વિદ્યાર્થીઓ DJ પાર્ટીમાં મન મૂકીને ઝુમ્યા, હવે એકાએક...

રાજકોટ મારવાડી યુનિ.ના વિદ્યાર્થીઓ DJ પાર્ટીમાં મન મૂકીને ઝુમ્યા, હવે એકાએક કોરોનાની ઝપેટમાં

- Advertisement -

નવજીવન રાજકોટ: રાજકોટની મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને 31stની પાર્ટી કરવી ભારે પડી ગઈ છે. વિધાર્થીઓ 31stની પાર્ટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડીને મન મૂકીને ડીજેના તાલે ઝૂમ્યા હતા. જો કે આ પાર્ટી બાદ એકાએક વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં ચડયા છે.

રાજકોટમાં ગત 24 કલાકમાં 203 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જો કે અત્યારે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. આજે મારવાડી યુનિવર્સિટીના 10 વિધાર્થી કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. જો કે પાર્ટી બાદ 50 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

- Advertisement -

આ પાર્ટી કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં યોજાઈ હતી. 31st ઉજવણી કરવામાં માટે કોલેજ કેમ્પસ ખાતે ખુલ્લા મેદાનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા યુવક-યુવતીઓ જોડાયાં હતાં અને ડીજેના તાલે ઝૂમ્યા હતા. જો કે પાર્ટી ચાલુ હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને પાર્ટી બંધ કરાવી બધાને હોસ્ટેલ જવાની સૂચના આપી હતી. ઉપરાંત પોલીસે કોલેજના મ્યુઝિકના પ્રોફેસર, ઇવેન્ટ કોન્ટ્રાક્ટર અને ડીજે વગાડનારની અટકાયત કરી હતી.



હાલ મારવાડી યુનિવર્સિટીમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો વારો આવ્યો છે. યુનિવર્સિટીની એક બિલ્ડીંગ કન્ટેન્મેન્ટ ઝોનમાં ધકેલી દેવામાં આવી છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular