Tuesday, July 28, 2026
HomeGujaratદાહોદ પોલીસે દારૂનો એટલો જથ્થો પકડ્યો કે મુદ્દામાલ ગણતા-ગણતા પરસેવો વળી ગયો

દાહોદ પોલીસે દારૂનો એટલો જથ્થો પકડ્યો કે મુદ્દામાલ ગણતા-ગણતા પરસેવો વળી ગયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod News: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતુ સિમીત રહી ગઈ હોય તેવી રીતે રોજ ગુજરાતનાં જુદા-જુદા જિલ્લાઓમાં લાખો રૂપિયાનો દારૂ ઠલવાઈ રહ્યો છે. બુટલેગરો દ્વારા અવ-નવા કિમિયાઓ અપનાવી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં બેફામ દારૂ ઘુસાડવામાં (Liquor Smuggling) આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ બુટલેગરોને (Bootleggers) રોકવા પોલીસ પણ સક્રિય બની કામગીરી કરી રહી છે. ત્યારે મધ્યપ્રદેશની અને ગુજરાતની સરહદે આવેલા દાહોદમાં સ્થાનિક પોલીસે (Dahod Police) દારૂની મોટી ખેપ નિષ્ફળ બનાવી છે અને લાખો રૂપિયાના જંગી દારૂના જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દોહાદની કતવારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી ગુજરાત તરફ એક ટાટા કંપનીના બંધ બોડીના કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના અધારે કતવારા પોલીસે ખંગેલા ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી જડતી કરતાં વિદેશી દારૂની બોટલથી ભરેલા કોથળાઓ મળી આવ્યા હતા. પોલીસે 201 જેટલા કોથળા કબ્જે કર્યા છે, જેમાં અલગ-અલગ બ્રાન્ડની કુલ 5424 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેની બજારકિંમત 19,50,000 રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા સહિત ટ્રક ઝડપી કુલ 31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે.

- Advertisement -

આટલી મોટી માત્રમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કતવારા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. આ મામલે કરતારા પોલીસે પ્રોહિબિશન એકટ્ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો. તે દિશામાં પોલીસે ડ્રાઈવરની પૂછપરછ હાથધરી છે. સાથે આ કાળા કારોબારમાં કોની-કોની સંડોવણી છે, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular