નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: અનાજ કૌંભાડ બાદ હવે રાજકોટમાંથી (Rajkot) સરકારી દવાઓનું મસમોટું કૌભાડ (Medicine Scam) સામે આવ્યું છે. જેમાં સરકારી દવાઓની MRP બદલીને બારોબાર વેચાણ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જે મામલે હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ હાલ (GMSCL) ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લોગીન સિસ્ટમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. આ મામલે દવાનો જથ્થો કોને મોકલવામાં આવતો હતો અને કેટલા સમયથી કૌભાંડ (Scam) ચાલતું હતું તે તમામ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ ખાતે આવેલા (GMSCL)ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં સરકારી દવાઓનો જથ્થો રાખવામાં આવતો હોય છે. આ દવાનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હતો. તેમજ આ ગોડાઉન મેનજર પર આક્ષેપ લાગ્યા છે કે, ગોડાઉનમાં રાખેલા જથ્થાને MRPના સ્ટીકર ચોટાડી બહાર વહેંચવામાં આવી રહ્યો હતો. આ બાબાતની જાણ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમને થઈ હતી. જે બાદ આજરોજ આરોગ્ય વિભાગની ટીમે (GMSCL)ના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અને તપાસ હાથધરી હતી. જેમા સામે આવ્યું છે કે, ગોડાઉનમાં કામ કરતાં લોકો બિલમાં એન્ટ્રી કરીને આ દવાનો જથ્થો બજારમાં વેચાણ કરી રહ્યા હતા. જે સમ્રગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જે કોઈ પણ વ્યક્તિ આમા સંડોવાયેલા હશે તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
બીજી તરફ ગોડાઉનમાં કામ કરતા કર્મચારીએ પોતાના મેનેજરની પોલ ખોલી છે. જેમા તે કહે છે કે, મેનેજરના કહેવાથી અમે અહિયાં દવાઓ પર સ્ટીકર લગાવતા હતા. સાજે 6 વાગ્યા પછી આ પ્રક્રિયા કરવામાં આવતી હતી. તેમજ કર્મચારીએ જણાવ્યું હતું કે, આ કામ માટે કર્મચારીને સ્ટીકર લગાવાના 250 થી 500 રૂપિયા ચૂકવામાં આવતા હતા. ત્યારે બીજી તરફ આ ઘટનાને લઈ ગોડાઉન મેનેજરનું પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મને ખોટી રીતે ફસાવામાં આવી રહ્યો છે. હું 110 ટકા નિર્દોષ છું, આમાં મારી કોઈ ભૂમિકા નથી.
આ કૌભાંડ સામે આવતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, કૌભાંડી સરકાર હોવાથી કૌભાંડ જોરશોરથી ચલાવી રહી છે. ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. દવાની વાત હોય કે ડ્રગ્સની વાત હોય તમામ ક્ષેત્રે સરકારની નિષ્ફળતા સામે આવી છે. સરકાર પોતે જ ભ્રષ્ટ્રાચાર લિપ્ત બની કૌભાંડો આચરી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








