Wednesday, June 24, 2026
HomeGeneralપોલીસ ગ્રેડ પે મામલે આજે મહિલાઓ ફરી રસ્તા ઉપરઃ પોલીસે કરી અટકાયત

પોલીસ ગ્રેડ પે મામલે આજે મહિલાઓ ફરી રસ્તા ઉપરઃ પોલીસે કરી અટકાયત

- Advertisement -

નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં થોડા સમય અગાઉ પોલીસ ગ્રેડ પેના મામલે આંદોલન શરૂ થયું હતું. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત થયા બાદ આ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું પરંતુ આજ સુધી આ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી પોલીસ પરિવારની મહિલાઓ ગાંધીનગર આઈજી ઓફિસ આગળ ધરણા શરૂ કરી દીધા હતા. જેને કારણે ખુદ પોલીસની જ ઉંઘ બગડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.



આજે ગાંધીનગરમાં પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા ગાંધીનગર પોલીસ વડાની કચેરી આગળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ બંદોબસ્ત પહેલીથી ગોઠવી દેવમાં આવ્યો હતું. જેના કારણે પોલીસ અને પોલીસ પરિવારની મહિલાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અત્યારે આ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -

અગાઉ જ્યારે આ આંદોલને માથું ઊંચક્યું હતું ત્યારે ગુજરાત સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી. તે સમયે IPS બ્રિજેશ કુમાર ઝાને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બે મહિના થઈ ગયા હોવા છતાં કમિટી દ્વારા કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી પોલીસ પરિવારની મહિલાઓ આંદોલનના માર્ગ તરફ વહી હતી અને રસ્તા પર વિરુદ્ધ પદર્શન શરૂ કર્યું હતું.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular