નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરમાં (Vadodara) એક પરિવારના સામુહિક આપઘાતનો (Mass Suicide) બનાવ સામે આવ્યો છે. જેમાં માતા અને પુત્રનું મૃત્યુ થયું છે. જ્યારે પિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આર્થિક સંકડામણના કારણે પરિવારે આપધાત કર્યો હોવોનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની (Vadodara Police) સાથે ઉચ્ચ પોલીસ અધિકારી પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
વડોદરામાં આર્થિક સંકડામણમાં વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે. કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં રહેતા મુકેશ પંચાલ અને તેમના પરિવારે આપઘાત કર્યો હતો. જોકે મુકેશ પંચાલને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે પત્ની અને પુત્રનું મૃત્યુ થયું છે. મુકેશ પંચાલ સિક્યુરિટી ગાર્ડ તરીકેનું કામ કરે છે.
મુકેશ પંચાલના પુત્ર મિતુલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પત્ની નયનાબેન ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. ત્યાર બાદ મુકેશ પંચાલે ગળાના ભાગે રેઝર મારીને આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં DCP અને ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
પોલીસને ઘરમાંથી એક સ્યુસાઈડ પણ મળી આવી છે. સુત્રો અનુસાર આજે પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનું હતું, એક મહિના અગાઉ રાજુ પાંસેરિયા પાસેથી વિવેક સિંહાએ મકાન ખરીદ્યું હતું અને મકાન માલિકે પંચાલ પરિવારને મકાન ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો. મકાન ખાલી કરવાની ચિંતાના કારણે પણ પરિવારે આપધાત કર્યો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








