નવજીવન ન્યૂઝ. વડોદરા: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતે (Ahmedabad ISKCON Accident) સમ્રગ ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત પાછળ ઓવરસ્પીડિંગ જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેના પગલે ઓવરસ્પીડિંગ કરતા કારચાલકો સામે કાયદોનો સકંજો કસવા ગઈકાલે ગુજરાતના DGP વિકાસ સહાયે સમ્રગ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના પાલન અંગે ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યા છે. આદેશ આપ્યાના 24 કલાક પણ વિત્યા ન હતા ત્યારે વડોદરામાંથી (Vadodara) ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં પૂરઝડપે ચલાવી રહેલા કારચલાકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગૂમવતા કાર એક કમાઉન્ડની દિવાલમાં અથડાઈ હતી. જેમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય યુવકની ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વડોદરા ફતેગંજ વિસ્તારમાં આવેલા પંડ્યા બ્રિજ પર ગઈકાલે રાત્રે 1 વાગ્યાના અરસામાં એક કારચાલક પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન બ્રિજ પરથી પસાર થતાં સમયે કારચાલકે ઓવરસ્પડિંગના કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બ્રિજ પાસે આવેલી ફૂડ એન્ડ સ્ફેટી વિભાગની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારચલાકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને એમ્બયુલેન્સ મારફતે સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
જ્યારે કારચલાકનું મોત થતાં આ મામલે ઘટનાસ્થળે ઉમટેલા લોકોએ પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારચલાકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવકનું નામ ગુંજન હોવાનું સામે આવ્યું છે. જે એરફોર્સમાં નોકરી કરતો હતો. હાલ પોલીસ દ્વારા કારની સ્પીડને લઈ પણ FSL ટીમની મદદ લેવામાં આવી રહી છે. જોકે સદનીસબે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. ગુજરાતના જુદા-જુદા શહેરોમાં લોકો પૂરઝડપે બેદરકારીપૂર્વક કાર હંકારી પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.
DGP વિકાસ સહાય દ્વારા પણ ગુજરાતભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો અને ખાસ કરીને બેફામ સ્પીડે કાર દોડવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. જેના પગલે જુદા-જુદા જિલ્લાઓની પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન શહેરમાં નાકાબંધી કરી ટ્રાફિકને લઈ મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે. તેમજ પૂરપાટ વાહન દોડવતા લોકો સામે કડકહાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








