Sunday, April 19, 2026
HomeGujaratVadodaraવડોદરાના મેયરને બદનામ કરવાનું કાવતરૂ ભાજપના જ નેતાએ કર્યું, મેયર પત્રિકા કાંડમાં...

વડોદરાના મેયરને બદનામ કરવાનું કાવતરૂ ભાજપના જ નેતાએ કર્યું, મેયર પત્રિકા કાંડમાં પોલીસે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News : તાજેતરમાં વડોદરાના મેયર (Vadodara Mayor) અને તેમના ભાઈઓ પર ગંભીર ઓક્ષેપો કરતી પત્રિકા ફરતી (Letter Posting) થઈ હતી. આ પત્રીકા મેયર અને અને કોર્પોરેટરના સરનામે પણ મોકલવામાં આવી હતી. આ પત્રિકાઓ વાયરલ થતાં વડોદરા ભાજપમાં રાજકીય ભુંકપ સર્જાયો હતો. જોકે આ પત્રિકા અંગે વડોદરા મેયર દ્વારા શહેર પોલીસ કમિશનરને (CP Vadodara ) રજૂઆત કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ પત્રિકાઓ વાયરલ (Letter Viral) કરવામાં બીજુ કોઈ નહીં પરતું ભાજપના જ નેતા (BJP Leader) હોવાનું બહાર આવતા રાજકીય ખળભળાટ મચ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના મેયર નિલેશ રાઠોડ (Nilesh Rathod) અને તેમના ભાઈઓ વિરૂદ્ધ આક્ષેપો કરતી પત્રિકા ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટરોને મોકલવામાં આવી હતી. જેના કારણે વડોદરામાં રાજકીય ભુંકપ જેવી સ્થિતી નિર્માણ થઈ હતી. આ પત્રિકા પ્રકરણની તપાસ વડોદરા ક્રાઈમ બ્રાંચેને સોંપવામાં આવતા ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધીને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમિત લીંબાચિયા તથા આકાશ નાયીની ધરપકડ કરી છે. અમિત લીંબાચિયા પૂર્વ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાના સાળા છે.

- Advertisement -

પોલીસે અમિત લીંબાચિયાની તરસાલી વિસ્તારમાં આવેલી શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસમાંથી લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકવામાં આવ્યા છે. સાથે જ બંને આરોપીઓના મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલા બંને વ્યક્તિઓ રાવપુરા GPOથી આ પત્રિકાઓ પોસ્ટ કરી હતી. પોલીસને CCTV પણ મળ્યા છે જેમાં આ બે વ્યક્તિ કારમાં આવ્યા હતા અને પત્રિકાના કવર પોસ્ટ કર્યા હતા. સમગ્ર મામલે પોલીસ અમિત ઘનશ્યામ લીંબાચિયા અને આકાશ ગીરીશભાઈ નાયી વિરુદ્ધ IPCની કલમો 469, 500, 501, 502, 506, 507 અને 120-B મુજબ ગુનો નોંધયોં છે.

મેયર પત્રિકાકાંડમાં અમિત લીંબાચીયાનું નામ ખુલતા વડોદરા મહામંત્રી સુનિલ સોલંકી દ્વારા પક્ષ વિરૂદ્ધ પ્રવૃતિ કરવા બદલ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી દુર કરવામાં આવ્યા છે. બંને આરોપીને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે બંને આરોપીની પોલીસ સ્ટેશન કક્ષાએથી કાર્યવાહી પુરી કરવા જણાવ્યું હતું, કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ પર જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, તે જામીન પાત્ર છે, જેથી કોર્ટે આરોપીઓનું પ્રોડક્શન સ્વીકાર્યું ન હતું. ત્યાર બાદ બંને આરોપીઓને ક્રાઈમ બ્રાંચ લાવીને જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

પત્રિકાકાંડમાં ઝડપાયેલા બંને વ્યક્તિઓ વોર્ડ નમ્બર 19ના ભાજપના કોર્પોરેટર અને કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબચિયાના સંબંધી થાય છે. બંનની ધરપકડ બાદ ભાજપ દ્વારા અલ્પેશ લીંબચીયાનું શાસક પક્ષના નેતા પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જોકે સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ પત્રીકા પ્રકરણમાં અલ્પેશ લીંબાચીયાની પણ ભુમીકા હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવતા ગઈકાલ મોડી રાત્રીના રોજ અલ્પેશ લીંબચીયાની ક્રાઈમ બ્રાંચ દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આજે ભાજપ સંગઠનમાંથી પણ અલ્પેશને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, આ અંગે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.

- Advertisement -

Tag: Vadodara Mayor Patrika Scandal, Vadodara Mayor defaming

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular