Wednesday, April 29, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ એસ. જી. હાઈવે પર પોલીસનું સર્ચ ઓપરેશન, હુક્કાબાર અને દારૂ ડિલેવરી...

અમદાવાદઃ એસ. જી. હાઈવે પર પોલીસનું સર્ચ ઓપરેશન, હુક્કાબાર અને દારૂ ડિલેવરી બોય ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદમાં બુધવારે ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં (ISKCON Bridge Accident) 09 લોકોના મોત થતાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) એકશનમાં આવી હોય તે પ્રકારે ગઈકાલ રાત્રે SOG ક્રાઈમ દ્વારા એસ. જી. હાઈવે અને સિંધુભવન રોડ પર સર્ચ ઓપરેશન (Search Operation) કરવામાં આવ્યું હતું. જેમાં SOG ક્રાઈમના DCP અને DySP સહિતના અધિકારીઓ ટીમ બનાવીને જુદી-જુદી જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી. સાથે જ વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હુક્કાબાર (hookah bar) અને દારૂની ડિલેવરી (liquor delivery) કરતો એક વ્યક્તિ પોલીસના હાથે ઝડપાયો હતો.

Ahmedabad SOG Police arrest liquor delivery boy
Ahmedabad SOG Police arrest liquor delivery boy

અમદાવાદમાં સર્જાયેલા અકસ્માત ઘોડા છુટી ગયા બાદ તબેલાએ તાળા મારવા જેવી કાર્યવાહી ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. શહેરમાં મોટા ભાગના ચાર રસ્તાઓ પર સ્થાનિક પોલીસ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને અટકાવીને વાહનોની તલાસી અને દસ્તાવેજોની ચકાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે SOG ક્રાઈમ દ્વારા પણ એસ. જી. હાઈવે અને સિંધુભવન રોડ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ડ્રગ્સ અને દારૂ જેવી પ્રવૃત્તિના સેવનને લઇને કાફે અને રેસ્ટોરન્ટમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, સાથે જ રસ્તા પર બેરિકેટ્સ લગાવીને વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
Ahmedabad SOG Caught hookah bar
Ahmedabad SOG Caught hookah bar

સર્ચ ઓપરેશન દરિયાન SOG ક્રાઈમના પોલીસ ઈનસ્પેક્ટર ઝેડ. એસ. શેખ અને તેમની ટીમ તપાસ કરી રહી હતી. તે દરમિયાન થલતેજ-શિલજ રેલ્વે ઓવર બ્રિજ પાસે માહોય ધ બ્રીસ્ટો એન્ડ લોન્જ નામના કેફેમાંથી હુક્કાબાર ઝડપાયું હતું. કેફેમાંથી 7 નંગ હુક્કા, 7 ચીલમો, વિવિધ પ્રકારની હુક્કાની ફ્લેવરના પેકેટ સહિત કુલ 5660 રૂપિયાનો મુદ્દામાલ SOG ક્રાઈમે જપ્ત કર્યો હતો. સાથે જ હુક્કાના ફ્લેવરમાં નિકોટીન કે તમાકુ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે આ કાફેના માલિક જયેશ દેસાઈ અને ધ્રુવ બ્રહ્નભટ્ટ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજીબાજુ SOG ક્રાઈમના પોલીસ ઈન્સપેક્ટર જે. વી. રાઠોડની ટીમ સિંધુભવન રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક નંબર વગરનું એક્ટીવા પસાર થતાં તેને અટકાવીને તલાસી લેવામાં આવતા એક્ટીવાની ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી. વાહનમાંથી દારૂ મળી આવતા વાહનચાલક દિપકસિંગ ઓમકારસિંગ ગુર્જરની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ દારૂની હોમ ડિલેવરી કરવા જતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular