નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad BRTS Accident : અમદાવાદમાં (Ahmedabad) BRTSની અડફેટે લોકોના મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ પણ કેટલીક વખત બેદરકાર બીઆરટીએસ બસ ડ્રાઈવરોના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકને અકસ્માતના કારણે જીવ ગુમાવો પડ્યો છે. ત્યારે કેટલાક કિસ્સાઓમાં વાહનચાલકોની બેદરકારી પણ તેમને મોતના મુખ સુધી લઈ જતી હોય છે. એવામાં ગતરોજ અમદાવાદમાં BRTSના કોરીડોરમાં બાઈક લઈ પસાઈ થઈ રહેવા વાહન ચાલકનું અકસ્માતમાં (Accident) મોત નિપજ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, ગતરોજ નિકોલમાં રહેતા ભાવેશ પટેલ નારોલ કામ માટે ગયા હતા અને રાત્રે 9 વાગ્યના અરસામાં તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેઓ ટ્રાફિકથી બચવા માટે CTM વન્ડર પોઈન્ટ પાસે BRTS કોરિડોરમાં બાઈક ચલાવી રહ્યા હતા. જોકે બી.આર.ટી.એસ. કોરીડોરમાં ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે છતાં પણ ભાવેશભાઈ કોરડોરમાં બાઈક ચલાવી રહ્યા હતા. ત્યારે કોરીડોરમાંથી પસાર થઈ રહેલી BRTSની બસે બાઈક ચાલક ભાવેશભાઈને ટક્કર લગાવી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કરની સાથે જ ભાવેશભાઈ બાઈક સાથે ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈ દૂર જમીન પર જઈ પટકાયા હતા. જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બી.આર.ટી.એસ. કોરીડોરમાં આ ભયંકર અકસ્માતના પગલે આસપાસના લોકો પણ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ તાત્કાલીક 108 એમબ્યુલન્સને જાણ કરી ભાવેશભાઈને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે શહેરની એલ. જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભાવેશભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે બીજી તરફ BRTS બસચાલક બસ મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ ભાવેશભાઈના પરિવારને થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ભાવેશભાઈના મૃત્યની જાણ થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ મામલે પિડિત પરિવારે ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી. જેને પગલે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








