Saturday, May 23, 2026
HomeGujaratRajkotરાજકોટમાં BRTS બસની રેલિંગ કૂદતા થઈ જજો સાવધાન, ઉતાવળના કારણે યુવાને ગુમાવ્યો...

રાજકોટમાં BRTS બસની રેલિંગ કૂદતા થઈ જજો સાવધાન, ઉતાવળના કારણે યુવાને ગુમાવ્યો જીવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot BRTS Accident: ગુજરાતમાં વાહન પર કે પછી પગપાળા અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દર દિવસે ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી અકસ્માતના કારણે મૃત્યુ થતાં હોવાની ઘટના બની રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની (Accident) ઘટના રાજકોટના (Rajkot) 150 ફૂટ રિંગરોડ મહાપૂજા ચોક પાસેથી સામે આવી છે. એક યુવાન ઉતાવળમાં રેલિંગ કૂદી BRTS કોરિડોરમાંથી પસાર થતા પૂરઝડપે આવેલી રહેલી BRTS બસે યુવકને ટક્કર મારી હતી. જેના કારણે યુવક 10 ફૂટ દૂર ફંગોળાઈ જમીન પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં માલવિયાનગર પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી, અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી સમ્રગ મામલે તપાસ હાથધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગરોડ મહાપૂજા ચોક પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક 20 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યા આસપાસ યુવાન રેલિંગ કૂદી BRTS કોરિડોરમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન યમરાજ બની પૂરપાટે દોડી રહેલી BRTS બસે યુવાનને જોરદાર ટક્કર મારી હતી. જેને કારણે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. લોકોએ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલેન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે યુવકને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતમાં મૃત્યુ અંગેની જાણ માલવીય નગર પોલીસને થતા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. આ અંગે પોલીસે અકસ્માત મોત અંગનો ગુનો નોંધી અકસ્માત સ્થળે પહોંચી સમ્રગ અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular