Thursday, April 16, 2026
HomeGujaratVadodara‘તે અમારી સાથે મિત્રતા કેમ તોડી નાંખી’ તેવું કહી યુવકને મરાયો ઢોર...

‘તે અમારી સાથે મિત્રતા કેમ તોડી નાંખી’ તેવું કહી યુવકને મરાયો ઢોર માર, જાણો ક્યાંનો છે બનાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના (Vadodara) મંજુસરા ટાઉન વિસ્તારમાં એક દલિત યુવકને (Dalit Youth) મુસ્લિમ સમુદાયના (Muslim) ત્રણ યુવક દ્વારા ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. માત્ર દલિત યુવકનો વાંક એટલો હતો કે ,તેણે મુસ્લિમ યુવકો સાથે મિત્રતા તોડી નાખી હતી. જે વાતનો ખાર રાખી આરોપીઓએ યુવકને પટ્ટા વડે ઢોર માર મારી જાતિવિષયક શબ્દો બોલી અપમાન કર્યું હતું, આટલેથી ન અટકતા પોલીસ કેસ કરીશ તો હજુ મારીશું તેવી ધમકી આપી હતી. આ મામલે પીડીતે મંજુસરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ (atrocity act) અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય યુવકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના મંજુસરા ટાઉનમાં રહેતો દેવા સરોજની થોડા સમય પહેલા સાહિલ રાણા, ફરદીન રાણા અને સાહુ વાઘેલા નામના યુવકો સાથે મિત્રતા થઈ હતી. જોકે દેવા સરોજે કોઈ કારણોસર મુસ્લિમ મિત્રો સાથે મિત્રતા તોડી દીધી હતી. આ વાતનો ખાર રાખી તેના મિત્રો રોષે ભરાયા હતા. 19 તારીખ સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં દેવા સરોજ શાકભાજી લેવા નીકળ્યો હતો. જ્યાં મુસ્લિમ મિત્રોએ તેને શાકમાર્કેટમાં અટકાવી ‘તે અમારી સાથે મિત્રતા કેમ તોડી નાંખી’ તેવું કહી પટ્ટા વડે માર માર્યો હતો અને જાતિવિષયક શબ્દો કહી હડધૂત કર્યો હતો. સરાજાહેરમાં મારામારીની ઘટનાને લઈ લોકો પણ છોડવવા વચ્ચે પડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જોકે આ બાબતને લઈ મુસ્લિમ મિત્રોએ પિડીતને ધમકી આપી હતી કે, જો તું પોલીસમાં જાણ કરીશ તો ફરી મારીશું.

- Advertisement -

આ બાબતને લઈ પિડિતે મંજુસરા પોલીસ સ્ટેશન ખાતે સાહિલ રાણા, ફરદીન રાણા, સાહુ વાઘેલા સામે મારામારી અને જાતિવિષયક શબ્દોને લઈ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular