Sunday, August 23, 2026
HomeBusinessટ્રેડરો અને ફંડએ મંદીની પોઝિશન હળવી કરતાં તાંબું સાત સપ્તાહની ઊંચાઈએ

ટ્રેડરો અને ફંડએ મંદીની પોઝિશન હળવી કરતાં તાંબું સાત સપ્તાહની ઊંચાઈએ

- Advertisement -

૭૨ ટકા વેપારીઓ એવું માને છે કે ફેડ જુલાઈમાં ૦.૨૫ ટકા વ્યાજદર વધારો કરશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વિશ્વના સૌથી મોટા વપરાશકાર દેશ ચીનના આર્થિક આંકડા આવવાની તૈયારી છે અને ચીનમાં કોપરની (Copper) માંગ બાબતે ટ્રેડરોમાં (Traders) વિશ્વાસનો અભાવ હોતા, ત્યારે ભાવ પર દબાણ વધ્યું છે. શુક્રવારે એક તબક્કે લંડન મેટલ એક્સ્ચેન્જ (London Metal Exchange) પર ત્રિમાસિક કોપર વાયદો ટન દીઠ સાત સપ્તાહની ઊંચાઈએ ૮૫૯૭ ડોલર બોલાયા હતા. ઇન્ટ્રાડેમાં ઘટીને ૮૫૪૧ ડોલર આસપાસ મુકાયો હતો. ભાવ વઘવાની શક્યતા વચ્ચે કેટલાંક ટ્રેડરો અને ફંડએ પોતાની મંદીની પોઝિશન હળવી કરતાં, ૨૪ મેથી ભાવ વધવા તરફી થયા હતા.

ટ્રેડરો માને છે કે ચીન વિકાસની ગાડી પાટે ચઢાવવા વધુ રાહત પેકેજ આપી શકે છે. તેઓ કહે છે કે ભાવનો આધાર રાહત પેકેજ કેવુંક આપે છે તેના પર છે. શક્ય છે કે ચીન છેલ્લા ૧૦ મહિનામાં પહેલી વખત મધ્યમગાળાની લોન નીતિ સંદર્ભના બોરોઇન્ગ કોસ્ટ ઘટાડવા વ્યાજ કપાત કરી શકે છે. બજારની અપેક્ષા પ્રમાણે જ અમેરિકન ફેડરલ રિઝર્વે તેની જૂન પોલિસી મિટિંગમાં વ્યાજદર પાંચ અને ૫.૨૫ ટકા યથાવત રાખ્યા.

- Advertisement -

અલબત્ત, રિવાઇઝ્ડ સમરી ઓફ પ્રોજેક્શન (સેપ) જેને ડોટ પ્લોટ (સ્ટેટેસ્ટીકસ ચાર્ટ) પણ કહેવામાં આવે છે, તે સૂચવે છે કે મહત્તમ અમેરિકન ફેડ અધિકારીઓ મને છે કે આ વર્ષે બે વખત ૦.૨૫ ટકા વ્યાજદર વૃધ્ધિની આવશ્યકતા છે. પરિણામે ડોલરમાં બોલાતા ભાવવાળું તાંબું સસ્તું થશે. બજારના ૭૨ ટકા વેપારીઓ એવું માને છે કે ફેડ જુલાઈમાં ૦.૨૫ ટકા વ્યાજદર વધારો કરશે. જો ફેડને બજાર પર નિયંત્રણ મેળવવું હશે તો, ડોલરને ઉપર જવા માટેની જગ્યા બનાવવી પડશે. બિનલોહ ધાતુ બજારના સ્ટ્રેટેજિસ્ટ મારેક્સ કહે છે કે બેઝ મેટલના ભાવ દબાણમાં રહેશે. મારેક્સ કહે છે કે જ્યારે વ્યાજદર વધવા તરફી છે ત્યારે કોપર કે ઍલ્યુમિનિયમની તેજી ક્યાંથી આગળ વધી શકે.

તેઓ વધુમાં કહે છે કે કોપરને જે કઈ દિશાદોર મળવાનો છે તે ચીનના સોસિયલ ફાઇનાનસિંગમાંથી જ પ્રાપ્ત થશે, જેમાં નવી યુઆન લોન, મૂડી રોકાણ, ઔધ્યોગિક ઉત્પાદન, શહેરીકરણ માટે રોકાણ, અને મકાનના ભાવનો સમાવેશ થાય છે. શાંઘાઇ ફ્યુચર્સ એક્સચેન્જ દ્વારા રક્ષિત વેરહાઉસમાં સ્ટોક ઘટી રહ્યો હોવાથી, કદાચ તાંબાને સપોર્ટ મળી શકે છે. પણ એલએમઇ ત્રિમાસિક વાયદા સામે આ સપ્તાહે હાજર ડીસ્કાકાઉન્ટ વધીને ૨૫ ડોલરનું થતાં, કોપર સપ્લાય કોઇ મોટી ચિંતાનું કારણ નથી રહ્યું, આ ડિસ્કાઉન્ટ ગત સપ્તાહ સુધી શૂન્ય સ્તરે હતા.

મે મહિનામાં માસિક દર માસિક સરેરાશ ભાવ ટન દીઠ ૮૨૪૩ રહ્યા હતા, જે ૬.૪ ટકાનો ઘટાડો દર્શાવે છે, પણ વર્ષાનું વર્ષ સરેરાશ ૧૨.૩ ટકા ઘટાડો દાખવે છે. ચીનનો વિકાસદર ધીમો પડ્યો હોઇ તાજેતરના મહિનાઓમાં ઉત્પાદકીય માંગ ધારણા કરતાં વધુ ઘટી છે. જેણે તાંબા માટેની ચિંતાઓ વધારી છે. જગતના કૂલ તાંબા વપરાશમાં ચીનનો હિસ્સો પચાસ ટકા જેટલો મોટો છે.

- Advertisement -

આ વર્ષે કોપરના ભાવ વધુ ઘટી શકે છે, પણ સિટીગ્રુપ કહે છે કે જો કોપરની ભાવિ માંગ જળવાઈ રહેશે તો આગામી છ કે બાર મહિનામાં નવેસરથી તેજી બેસી શકે છે. ઇલેક્ટ્રિકલ વાહનોમાં કોપરનો વપરાશ મૂળભૂત રીતે વધુ રહેવાનો. બ્લુમબર્ગનો એક અહેવાલ કહે છે કે આગામી બે વર્ષમાં ઇ વાહનોની એન્જિન બેટરીમાં અને આંતરિક બાંધણીમાં તાંબાનો ઉપયોગ વ્યાપક વધશે. ૨૦૩૦ સુધીમાં જગતમાં કૂલ વાહનોની સંખ્યામાં ઇ વાહનોની ટકાવારી ૪૪ ટકા હશે. સિટીગ્રુપ તો પોતાની આગાહીમાં કહ્યું છે કે આગામી બે વર્ષમાં કોપરના ભાવ ૧૫૦૦૦ ડોલરે પહોંચશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular