Sunday, May 24, 2026
HomeGujaratકડીમાં સામાન્ય બાબતે ઠપકો આપતા યુવક પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો

કડીમાં સામાન્ય બાબતે ઠપકો આપતા યુવક પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કડી: આજના સમયમાં લોકો સામાન્ય બાબતે એટલા હિંસક બની જતા હોય છે કે એકબીજાને મારવા મરવા પર ઉતરી જતા હોય છે. આ જ પ્રકારની ઘટના મહેસાણા (Mehsana) જિલ્લાના કડીમાંથી (Kadi News) સામે આવી છે. આરોપીએ ફરિયાદીની પત્નીને ઇન્સ્ટ્રાગ્રામ પર મેસેજ કરી હેરાન કરતો હતો. જેને લઈ ફરિયાદીએ આરોપીને ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાનો ખાર રાખી ગતરોજ આરોપીએ ફરિયાદના માથા અને મોઢાના ભાગે પથ્થર વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકમાં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ સમ્રગ મામલે ફરિયાદીએ કડી પોલીસ સ્ટેશનમાં (Kadi Police Station) આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી કમલેશ શાકભાજીનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદીના પત્નીને ઇન્સ્ટ્રાગ્રામ પર કોઈ અજાણી વ્યકિત અવાર-નવાર મેસેજ લખી હેરાન કરતી હતી. આ વાત પત્નીએ ફરિયાદીને જણાવી હતી. જે બાબતે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરનારા યુવકની પ્રોફાઇલ ચેક કરતા પ્રવિણ રાવળ હોવાનું સામે આવ્યું હતું. જે કેશવનગર વિસ્તારમાં રહે છે. ગતરોજ પ્રવિણ બહુચર માતાના મંદિરે આવ્યો હતો, તે દરમિયાને ફરિયાદીએ પ્રવિણને તેની પત્ની મેસેજ કરવાના બદલ ઠપકો આપ્યો હતો. જેને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે આસપાસના લોકો વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો. ગતરોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ફરિયાદી ખેતર બાજુ કામથી ગયા હતા, ત્યારે પ્રવિણે ઝઘડાનો ખાર રાખી ફરિયાદને ગળામાં પટ્ટો ભરાવી માથા ભાગે પથ્થર માર્યો હતો અને અભદ્ર ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ આરોપી પ્રવીણ ત્યાંથી ભાગી ગયો હતો.

- Advertisement -

ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની ભોગ્યદય હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમ્રગ મામલે પરિવારને જાણ કરવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે ફરિયાદીએ હુમલાખોર પ્રવીણ રાવળ સામે કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને પકડવા તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular