Wednesday, April 29, 2026
HomeGujaratVadodaraવડોદરા SOGએ પોષડોડા ભરેલી ટ્રક ઝડપી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા SOGએ પોષડોડા ભરેલી ટ્રક ઝડપી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: ગુજરાતમાં દારૂ બાદ હવે નશીલા પર્દાથનું (Narcotics) વેચાણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે. પોલીસ દ્વારા અવાર-નવાર દારૂનો જથ્થો ભરીને (Liquor Smuggling) આવતી ટ્રકો પકડવામાં આવતી હોય છે, ત્યારે હવે વડોદરા SOGએ (Vadodara SOG) પોષડોડા (Poshdoda) ભરીને આવતી એક ટ્રક ઝડપી પાડી છે. આ ઝડપાયેલા પોષડોડા અફીણ અને નશીલા પદાર્થ બનાવવા માટે લઈ જવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વડોદરા SOGની ટીમને બાતમી મળી હતી કે, વડોદરા ગ્રામ્ય હાઈવે પરથી ટ્રકમાં પોષડોડાનો જંગી જથ્થો પસાર થવાનો છે. જે બાતમીના આધારે વડોદરા SOGએ ગ્રામ્ય હાઈવે પર મોડી રાત્રિના અરસામાં વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળી ટ્રક દેખાતા નાકાબંધી કરી ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવતા જંગી માત્રમાં પોષડોડાથી ભરેલા થેલા મળી આવ્યા હતા. પોષડોડાનો 2 હજાર કિલો જેટલો જંગી જથ્થો જેની કિંમત 68 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

- Advertisement -

SOGની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પોષડોડાનો જથ્થો રાંચીથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યો હતો. તેમજ આ પોષડોડાનો જથ્થો કોણે મોકલ્યો છે અને કોને આપવાનો હતો તે દિશામાં SOGએ વધુ તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular