Sunday, September 27, 2026
HomeGujarat2024 લોકસભાની ચૂંટણીને લઈ નવા જૂનીના એંધાણ, કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના...

2024 લોકસભાની ચૂંટણીને લઈ નવા જૂનીના એંધાણ, કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રએ ભાજપમાં જોડાવાનો કર્યો ઇશારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા ગણાતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ (Ahmed Patel) ના પુત્રએ તાજેતરમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ (CR Patil) સાથેના ફોટોસ ટ્વિટર પર શેર કર્યા બાદ અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ પોતાના જીવનકાળ દરમિયાન કોંગ્રેસમાં જ રહ્યા હતા અને સોનિયા ગાંધી (Sonia Gandhi)ના નજીકના નેતાઓમાંથી એક ગણવામાં આવતા હતા, તેમ છતાં તેમની ઉપર અનેક વાર નરેન્દ્ર મોદીના એજન્ટ હોવાના પણ આક્ષેપો અનેક વાર લાગ્યા છે. ત્યારે હવે તેમના પુત્ર ફૈઝલ પટેલ (Faisal Patel) દ્વારા સી. આર. પાટિલ સાથે ફોટોસ શેર કર્યા બાદ તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે ફૈઝલ પટેલ અને ભાજપ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ahmed patel
ahmed patel

ફૈઝલ પટેલે થોડા સમય અગાઉ કોંગ્રેસ પાર્ટી સામે હૈયા વરાળ ઠાલવી એક ટ્વીટ કર્યું હતું. જેમા તેમણે પાર્ટી તરફથી કોઈ જવાબદારી સોંપવામાં આવે તેવી માગ કરી હતી, તેમજ કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠાવી બળાપો ઠાલવ્યો હતો. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી કોઈ જવાબદારી ન સોંપતા તેઓ ભારે નારાજ જોવા મળી રહ્યા છે. તે વચ્ચે આજરોજ તેમણે પોતાના ટ્વિટર પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે ફોટોસ શેર કરતા ગુજરાતના રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. 2024 ચૂંટણી પહેલા ફૈઝલ પટેલ ભાજપ જોડાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખયની છે કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સાથે એક શુભેચ્છા મુલાકાત કરી હતી. જેને લઈ લોકો દ્વારા ફૈઝલ પટેલની આ મુલાકાતને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી રીતે જોવામાં આવી રહી હતી. ત્યાર બાદ તાજેતરમાં વધુ એક રાજકીય પાર્ટીના નેતા સાથે કરેલી મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામેની નારાજગી કોઇ નવી વાત નથી, કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતા પક્ષ દ્વારા થઈ રહેલી અવગણના અને ઉપેક્ષાના પગલા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય ચૂક્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ પાર્ટીમાં વધુ નુકશાન ન થયા તે પહેલા અંદરખાને તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ નવા પ્રદેશ પ્રમુખને લઇને પણ બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હવે આગામી સમય કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં નવા પ્રદેશ પ્રમુખ સાથે મેદાનમાં ઉતરશે તેવી વાત પણ ચર્ચાઇ રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular