Tuesday, June 23, 2026
HomeGeneralઆરોપીઓ ગુજરાતીમાં બોલ્યા, જસ્ટીસે કન્નડમાં જવાબ આપ્યો, મામલો ગુંચવાયો જાણો શું બન્યું...

આરોપીઓ ગુજરાતીમાં બોલ્યા, જસ્ટીસે કન્નડમાં જવાબ આપ્યો, મામલો ગુંચવાયો જાણો શું બન્યું ગુજરાત હાઈકોર્ટમાં

- Advertisement -

નવજીવન.અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં આજે એક અજીબ ઘટના બની છે. કોર્ટના આદેશના તિરસ્કાર સંદર્ભમાં વોરંટ પછી હાજર થયેલા આરોપીઓ અને ચીફ જસ્ટીસની ખંડપીઠ વચ્ચે મામલો ગુંચવણ ભર્યો બની ગયો હતો. બાબત એવી બની કે આ આરોપી કાર્યવાહી દરમિયાન ગુજરાતીમાં દલીલો કરી રહ્યા હતા. જોકે ચીફ જસ્ટિસની ખંડપીઠે તેમને અંગ્રેજીમાં દલીલ કરવા કહ્યું પરંતુ છત્તાં તેમણે ગુજરાતીમાં દલીલ ચાલુ રાખી. વારંવાર ટકોર પછી પણ આરોપીની દલીલ ચાલુ રહેતા ચીફ જસ્ટીસે કન્નડમાં જવાબ આપતા સહુ ચોંકી ગયા હતા. જોકે આ આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે જેમ તેને કન્નડ સમજ પડતી નથી તેમ તેઓ પણ ગુજરાતી સમજી શક્તા નથી. તેથી અંગ્રેજીમાં દલીલ કરવા કહ્યું છે.


ગાંધીનગરના એક સ્થાનીક ન્યૂઝ પેપરના સંચાલક સામે વોરંટ ઈશ્યૂ થયું હતું, આ વોરંટ કોર્ટના આદેશના તિરસ્કાર મામલે હતી. આ સંચાલક સામે પ્રિન્સિપલ જજે હાઈકોર્ટમાં લેખિત ફરિયાદ આપી હતી. જેમાં કોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. જે મામલે સંચાલકને કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. આ દરમિયાન તેઓ સતત ગુજરાતીમાં દલીલ કરવા આગ્રહ કરતા રહ્યા અને ખંડપીઠ અંગ્રેજી માન્ય હોવાનું કહી ગુજરાતીમાં દલીલ ન કરવા કહ્યું હતું. જોકે આરોપી સંચાલક સતત ગુજરાતીમાં જ દલીલ કરતા હતા. જેથી ચીફ જસ્ટિસે 1 વાક્ય કન્નડ ભાષામાં કહ્યું. તેમણે આવું કહી આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ગુજરાતી નથી જાણતા, જેથી કોઈ વકીલે મદદ લઈ દલીલ કરે અથવા લીગલ એઈડમાંથી તેઓ વકીલ પુરા પાડવાની પણ તૈયીર બતાવી હતી. જોકે આરોપી છત્તાં તે માન્ય ન રાખી. આખરે કોર્ટ નારાજ થઈ અને બાદમાં કોર્ટે આરોપીને જાતે જ એક વકીલ રોકવા એક દિવસનો સમય આપ્યો પણ એક દિવસ વધારાનો સમય આપી આરોપીને બે દિવસમાં વકીલ સાથે દલીલ કરવા કહ્યું છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular