Sunday, September 6, 2026
HomeGeneralસિદ્ધપુરના કાકોશી ગામમાં દલિત યુવાન પર તલવાર વડે હુમલો કરનારા 4 આરોપી...

સિદ્ધપુરના કાકોશી ગામમાં દલિત યુવાન પર તલવાર વડે હુમલો કરનારા 4 આરોપી ઝડપાયા, 3 હજુ પોલીસ પકડથી દૂર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણ: પાટણ (Patan) જિલ્લાના સિદ્ધપુરના (Siddhpur) કાકોશી ગામમાં ક્રિકેટનો બોલ ન આપવા જેવી સામાન્ય બાબતે થયેલી બબાલમાં યુવકનો અંગૂઠો કાપવાને લઇ મામલો ગરમાયો હતો. જેમાં રાજપૂત સમાજના 7 જટેલા વ્યકિતોએ દલિત સમાજના એક યુવાનના (Dalit Youth) હાથના ભાગે તલવારના ઘા મારી (Sword Attack)તેનો અંગૂઠો કાપી નાંખ્યો હતો, ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના પહોંચાડી હતી. જે બાદ ઇજાગ્રસ્ત કિર્તીની હાલત ગંભીર હોવાના કારણે તબીબે પ્રાથમિક સારવાર કરીને પાલનપુરની સુભર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. કિર્તીના હાથના અંગુઠાની પ્લાસ્ટિક સર્જરી કરવાની હોવાથી અમદાવાદની આશીવાર્દ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ મામલે કાકોશી પોલીસે (Kakoshi Police) ઇજાગ્રસ્ત યુવકના ભાઈની ફરિયાદના અધારે 7 જેટલા આરોપી સામે ગુનો નોંધ્યો હતો. જોકે ઘટના બાદ હુમલાખોર વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા. સમ્રગ મામલની જાણ દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને થતા તે પણ ઇજાગ્રસ્ત કિર્તી વણકરને મળવા અમદાવાદની આર્શીવાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ જિલ્લા પોલીસને એલ્ટિમેટમ આપી ત્વરિત આરોપીઓની ધરપકડ કરવા માગ કરી હતી. પોલીસ ઘટનામાં ગંભીરતા નહીં દાખવે તો સમ્રગ રાજ્યભરમાં આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને 7 આરોપીઓમાંથી ચાર જેટલા આરોપીઓને આજરોજ પકડી પાડવા આવ્યા છે. અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

- Advertisement -

આ પણ વાંચો : સિધ્ધપુરઃ તુ બહુ ગરમી કરે છે, કહીને ગામના રાજપુતોએ દલિત યુવાનનો અંગુઠો કાપી નાખ્યો

શું હતો સમ્રગ મામલો

સિદ્ધપુરના કાકોશી ગામમાં રહેતા ધીરજકુમારના ભત્રીજા હર્ષિદનો જન્મ દિવસ હોવાથી આઈ. ડી. સેલીયા સ્કુલ ખાતે ક્રિકેટના મેદાનમાં મેચ જોવા માટે ગયા હતા. જ્યાં ગામના લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન બોલ આપવા બાબતે ધનપુરાવીડ ગામનો કુલદીપસિંહ રાજપુત હર્ષિદ પર ગુસ્સે થઈને ગાળો બોલવા લાગ્યો હતો. આ મામલે ફરિયાદી ધીરજકુમારે વચ્ચે પડીને મામલો શાંત કરાવીને ત્યાંથી નિકળી ગયા હતા.

મામલો આટલેથી અટક્યો નહીં અને ફરિયાદીને ફોન કરીને આરોપીઓએ કહ્યું હતું કે, તું બહુ ગરમી કરે છે, તને મારવા માટે મેદાનમાં આવીએ છીએ. તું ત્યાં જ રહેજે, તેમ જણાવ્યું હતું. જોકે ફરિયાદી પર ફોન આવતા ધીરજકુમાર, તેમનો ભાઈ ક્રિર્તી અને કાકાનો દીકરો તુષાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. જ્યાં ગામના અન્ય માણસો હાજર હોવાથી આ મામલે સમાધાન થયું હતું. ત્યારબાદ સાંજના સમયે ધીરજકુમારે તેમના ભાઈ કિર્તીને ફોન કરતાં અન્ય વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, કોઈક માણસો તમારા ભાઈ પર હુમલો કરીને ભાગી ગયા છે.

- Advertisement -

ભાઈ પર હુમલો થયો હોવાની જાણકારી મળતા ધીરજકુમાર કાકોશી દવાખાને પહોંચ્યા હતા. જ્યાં કિર્તીના હાથનો અંગુઠો કપાઈ ગયેલો હતો, ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના નિશાનો હતા. કિર્તીની હાલત ગંભીર હોવાના કારણે તબીબે પ્રાથમિક સારવાર કરીને પાલનપુરી સુભર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. કિર્તીના હાથના અંગુઠાની પ્લાસ્ટિક સર્જરી કરવાની હોવાથી અમદાવાદ આશીવાર્દ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

Tag: Siddhpur Dalit Youth Attack News Update

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular