નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આગામી સમયમાં જગન્નાથની રથયાત્રા (Rathyatra 2023) યોજાવવાની છે, જેના અનુસંધાને અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ આયોજિત કરીને શંકાસ્પદ લોકોની અટકાયત અને ધરપકડ કરવામાં આવી રહી છે. આ ડ્રાઈવના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પણ ટેકનિકલ સર્વેલન્સ કરીને શંકાસ્પદ લોકોને પકડવાનું કામ કરી રહી છે. આજે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Cyber Crime Branch) દ્વારા ભાગતા ફરતા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ગિરીશ સંઘવી નામના એક આરોપીની બોડકદેવ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી સામે અમદાવાદનાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે, તેમજ આરોપીને વડોદરા કોર્ટ દ્વારા પણ બે ગુનામાં સજા સંભાળવવામાં આવી છે. તેમ છતાં આ આરોપી પોલીસની પકડમાં ન આવે તેમ ભાગતો ફરતો હતો. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે આ આરોપીને બોડકદેવના પુષ્કરરાજ એપાર્ટમેન્ટમાંથી ઝડપી પડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માથાભારે તત્વો, ભાગતા ફરતા ગુનેગારો અને શંકાસ્પદ લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, જેથી આગામી રથયાત્રા દરમિયાન આ આરોપીઓ કોઈ અડચણ ઊભી ન કરે અને રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ શકે.
TAG: Ahmedabad News, Ahmedabad Crime News Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








