Saturday, May 23, 2026
HomeGujaratRajkotરાજકોટમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારનું બુચ માર્યું! પોલીસ કમિશનરને કરાઈ ફરિયાદ

રાજકોટમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારનું બુચ માર્યું! પોલીસ કમિશનરને કરાઈ ફરિયાદ

- Advertisement -

નવજીન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં બાબા બાગેશ્વરના (Baba Bageshwar) મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) આગમન પહેલા જ વિવાદનો મધપુડો છંછેડાયો હતો. બાબાના ચમત્કારો સામે કેટલાક લોકોએ સવાલો પણ ઉઠાવ્યા હતા. જેમાં ગુજરાતમાં કોણ ડ્રગ્સ ઘુસાડે છે આરોપીઓના નામ જણાવો તેવા સવાલો પણ સામે આવ્યા હતા. ઉપરાંત વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પણ બાબાનો વિરોધ નોંધાવ્યો હતો, સાથે બાબાના કાર્યક્રમમાં જઈને તેમનો ભાંડો ભોડવાની પણ ચિમકી આપી હતી. બાબાના અમદાવાદ, સુરત અને હવે રાજકોટમાં કાર્યક્રમ યોજાયો. પરંતુ વિજ્ઞાન જાથા સહિતના વિરોધ કરી રહેલા લોકો પાણીમાં બેસી ગયા હોય તેવું ચિત્ર ઊભુ થયું. ત્યારે બાબાએ રાજકોટ (Rajkot) ખાતેના દિવ્ય દરબાર (Divya Darbar) કાર્યક્રમમાં એક પત્રકારનું (Journalist) બુચ માર્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ગઈકાલે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. રાજકોટમાં યોજાયેલો કાર્યક્રમ સતત વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં રાજકોટના એક પત્રકાર પૈસા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચાઉં કરી લીધા હોવાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનરને મળી છે. પત્રકારે કરેલી ફરિયાદમાં જણાવામાં આવ્યું છે કે, ગઈકાલે યોજાયેલા કાર્યક્રમનું તેઓ કવેરેજ કરી રહ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રધાળુઓને સ્ટેજ પર બોલાવીને પોતાના અંદાજમાં પ્રશ્નોનું નિરાકણ લાવી રહ્યા હતા. ત્યારે જામનગરના એક શ્રધાળુને મંદિર બનાવા માટે પૈસાની જરૂર હોવાની વાત ધીરેન્દ્ર શાસ્ત્રીને જણાવી હતી.

- Advertisement -

ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શ્રધાળુઓને પૈસા આપવા માટે આદેશ કર્યો હતો. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મને હીપ્ટોનાઈસ કરી બોલાવ્યો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખીસ્સું ખાલી કરવાનું કહ્યું હતું. હું ડરી જતા મારા ખીસ્સામાંથી રૂપિયા 13 હજાર તેમને આપી દીધા હતા. મને એમ હતું કે, કાર્યક્રમ પછી મને બોલાવીને રૂપિયા પરત આપી દેશે. પરંતુ આવું કંઈ પણ થયું નહીં. ધીરેન્દ્ર શાસ્ત્રી આવો ફ્રોડ બીજા કોઈ શ્રધ્ધાળું સાથે ન કરે તે માટે યોગ્ય કાર્યવાહી કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને આપેલા રૂપિયા પરત મળે તેવી માગણી છે.

TAG: Baba Dhirendra Shastri Rajkot Visit Live Update

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular