નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સમગ્ર દેશમાં અને ગુજરાતમાં હજુ પણ ઘણા એવા આદિવાસી સમુદાયો છે આજે પણ વાંચી છે. સમયાંતરે સરકારો આદિવાસીઓના ઉત્થાન માટે યોજનાઓ લાવે છે, પણ આ યોજનાઓનો લાભ કોને મળે છે એ આપણે સૌ જાણીએ જ છે. એવી જ રીતે તાજેતરમાં કેન્દ્ર સરકાર(Central government) ‘વનધન’ નામની એક યોજના (vandhan vikas yojana) લાવી હતી. આ યોજનાથી આદિવાસીઓને (tribals) શું લાભ થયો તે તો આપણે જાણતા નથી, પરંતુ આજે ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આક્ષેપ લગાવ્યા છે કે, કેન્દ્ર સરકારે આ યોજના થકી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આજે પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતું કે, “કેન્દ્ર સરકારની ગરીબ આદિવાસીના વિકાસ માટે વનધન વિકાસ યોજના હેઠળ ગુજરાતમાં 116 ક્લસ્ટર ખોલવામાં આવ્યા છે. પ્રત્યેક ક્લસ્ટર દીઠ 300 લોકોનો સમાવેશ કરેલો છે, એક ક્લસ્ટર દિઠ 15 લાખ ફાળવવામાં આવે છે. 86 પ્રકારની ગોણ પેદાશો જંગલમાંથી મધ, મહુડાના ફુલો, આમલી, ગૂદર, ચિરાંજી અને ગૂગળ જેવી જંગલ પેદાશોની આદિવાસી પાસેથી ટ્રાયફેડ ખરીદી કરે છે. આ ટ્રાયફેડ ઓછી કીંમતે આદિવાસી પાસેથી ખરીદી મલ્ટીનેશનલ કંપનીને ઊંચા ભાવે વેચે છે.”
તેમણે રાજ્યસભાના આંકડા રજૂ કરતાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આ યોજના માટે કેન્દ્વ સરકારે 17.40 કરોડની ગ્રાંટ ફાળવી છે. જેમાંથી ટ્રાયફેડે 874.45 લાખની જંગલ પેદાશો ખરીદવાની છે. જો આ રકમ પ્રત્યેક આદિવાસીને વહેચવામાં આવે તો દરેકને વાર્ષિક 2512 રૂપિયા અને પ્રતિ દિવસ ફક્ત રૂપિયા 6.80 જ થાય છે . જે લધુતમ વેતન જેટલું પણ નથી થતુ.”
વધુમાં કેન્દ્વ સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, “વનધન યોજનામાં પ્રત્યેક આદિવાસી પાસેથી ફાળા પેટે રૂપિયા 1000ની રકમ ઉઘરાવવામાં આવી છે. જેનો સરવાળો કરતાં 3 કરોડ 45 લાખની રકમ સરકારે ખંખેરી લીધી છે. સરકાર 17.40 કરોડની રકમ 34800 આદિવાસીના ખાતામાં સીધી જમાં કરાવે તો પણ પ્રત્યેકમાં ખાતામાં 5000 રકમ જમાં થાય. કેન્દ્ર સરકાર આદિવાસીને ફાયદો અપાવે જેથી મલ્ટીનેશનલ કંપની દ્વારા આદિવાસીનું શોષણ અટકે અને તેમને ઉચાં ભાવ મળે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796