નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) થોડા સમય અગાઉ વેડ દરવાજા વિસ્તારમાં એક માતાએ પોતાની જ દીકરીને ઓટલે પટકી દીધી હતી, ત્યાર બાદ સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે સુરત પોલીસ (Surat Police) દ્વારા માતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સુરત સેન્ટ્રલ જેલ (Lajpore Central Jail) ખાતે મોકલી દેવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે, આ મહિલાને અચાનક છાતીમાં દુખાવો શરૂ થતાં જેલ પોલીસ દ્વારા મહિલાને સુરત સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પીટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થઈ ગયું છે. મહિલાના મૃત્યુના કારણે જેલના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેડ દરવાજા ફટાકડાવાડીમાં રાજીવનગર વિસ્તારમાં રહેતી મહિલા બિલ્કિસ બાનુએ 15 દિવસ અગાઉ પોતાની 3 વર્ષની વિકલાંગ દીકરીને બીમારીથી કંટાળી પાડોશમાં આવેલા ઓટલા પર પટકી પટકી ઢોર માર માર્યો હતો. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરતની સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું હતુ. સમગ્ર ઘટનાના પગલે સુરત પોલીસ દ્વારા માતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે સ્વીકાર્યું હતું કે, દીકરીની બીમારીથી કંટાળીને તેણે દીકરીની હત્યા કરી નાખી છે.
જે મામલે પોલીસે માતા વિરુદ્ઘ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મહિલાને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદ તરીકે મોકલી દેવામાં આવી હતી. જ્યાં ગતરોજ અચાનક મહિલાના છાતીમાં અસહ્ય દુખાવો પડતા મહિલા જમીન પર ઢળી પડી હતી. જે ઘટનાની જાણ જેલ પ્રશાસનને થતા તાત્કાલિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મહિલાને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. મૃત્યુની ઘટનાથી જિલ્લા તંત્રના ઉચ્ચઅધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મહિલાનું પોસ્ટ મોર્ટમ કરતા હજુ રિપોર્ટમાં મોત પાછળનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. તબીબો પાસે પેનલ પોસ્ટમોર્ટમ કારાયા બાદ સાચુ કારણ જાણી શકાશે. પોલીસે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
TAG: Surat Crime News in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








