Wednesday, July 8, 2026
HomeGeneralસુરેન્દ્રનગરઃ ઢાળ પર ઊભેલી ટ્રક અચાનક રોંગ સાઈડમાં ચાલવા લાગી, બે ભાઈઓને...

સુરેન્દ્રનગરઃ ઢાળ પર ઊભેલી ટ્રક અચાનક રોંગ સાઈડમાં ચાલવા લાગી, બે ભાઈઓને અડફેટમાં લેતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક માનવામાં ન આવે તેવો અકસ્માત (Accident) સર્જાયો છે અને આ અકસ્માતમાં બે ભાઈનો મોત પણ નિપજ્યા છે. ચોટીલા (Chotila) પાસે એક પાર્ક કરેલી ટ્રક અચાનક ચાલવા લાગી હતી. આ દરમિયાન રસ્તા પર ચાલી રહેલા બે ભાઈને આ ટ્રકે અડફેટમાં લીધા હતા. બે ભાઈઓ પર ટ્રક ફરીવળતા બંનેના મોત નિપજ્યાં છે. હાલ સમગ્ર બનાવના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગરમાં મામલદાર કચેરી પાસે એક પેટ્રોલ પંપ નજીક એક ટ્રક ઢાળ પર ઊભી હતી. ઢાળ પર ઊભેલી ટ્રક અચાનક ચાલવા લાગતા રોડની એક તરફ ચાલી રહેલા બે વ્યક્તિને અડફેટમાં લીધા હતા. ટ્રક રોંગ સાઈડમાં ચાલવા લાગતા પાછળની તરફથી બંને ભાઈઓ પર ફરી વળ્યું હતું. જેમાં બંને ભાઈઓના મોત નિપજ્યા હતા. ત્યાર બાદ મામલતદાર કચેરીની દીવાલ સાથે અથડાઈ ટ્રક થંભી ગઈ હતી.

- Advertisement -

સમગ્ર મામલાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. સાથે જ ડ્રાઈવર વગરનું ડમ્પર હોવાનું પ્રત્યક્ષદર્શિનું નિવેદન પણ છે. આ મામલે પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને ભાઈઓ રાજસ્થાનના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અકસ્માત ટ્રક ચાલકની બેદરકારીના લીધે થયો હોવાનું સામે આવ્યું છે. ટ્રક ચાલક ટ્રકને ઢાળ પર મુકીને ગયો હતો, તે દરમિયાન ટ્રક ડ્રાઈવર વગર ચાલતું થયું હતુ. ટ્રક મામલદાર કચેરીની દીવાલે જઈને અથડાતા થંભી ગઇ હતી. રવિવાર રજાનો દિવસ હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી.

TAG: Surendranagar News, Surendranagar Truck Accident News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular