Thursday, April 23, 2026
HomeGeneralઅરવલ્લીઃ એડિશનલ સિનિયર સિવિલ જજ અને ક્લાર્ક કોર્ટમાં કર્યું એવું કે પોલીસ...

અરવલ્લીઃ એડિશનલ સિનિયર સિવિલ જજ અને ક્લાર્ક કોર્ટમાં કર્યું એવું કે પોલીસ ઉઠાવી ગઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ Aravalli News: ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ દારૂબંધી છે. તેમ છતાં રોજબરોજ દારૂ પીનારા અને દારૂ વેચનારા (Liquor Smuggling) લોકો પોલીસ ચોંપડે નોંધાતા હોય છે. અગાઉ સરકારી અધિકારીઓ દારૂના નશામાં ફરજ પર હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. લોકો સાથે અન્યાય થાય ત્યારે સામાન્ય રીતે પ્રજા ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવતા હોય છે. પરંતું તમે જેની જોડે ન્યાય માગવા જાવ છો તે જ દારૂના નશામાં હોય તો ? જી હા વાત ગળે ન ઉતરે તેવી છે. મોડાસાના (Modasa) સિવિલ જજની (civil judge) પોલીસે (Police) દારૂના નશામાં (Drunk) ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસાના શામળાજી રોડ પર આવેલા ન્યાય મંદિરમાં ગત સોમવારે સાંજના સમયે અરવલ્લી એડિશનલ સિનિયર સિવિલ જજ એસ. સી. પટેલ અને ક્લાર્ક બી. કે. વીજ ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં જોવા મળ્યા હતા. આ જજ અને કલાર્ક નશાની હાલતમાં રૂમમાં બિભસ્ત વર્તન કરતાં અન્ય કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

- Advertisement -

સિવિલ જજ અને ક્લાર્ક દારુ પીધેલી હાલતમાં જોવા મળતા આ અંગેની જાણ મોડાસા ટાઉન પોલીસને કરવામાં આી હતી. પોલીસને જાણ થતાં જ મોડાસા ટાઉનના પોલીસ ઈન્સપેક્ટર અને તેમનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. સાથે જ જજ એસ. સી. પટેલ અને ક્વાર્ક બી. કે. વીજની ધરપકડ કરીને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે કોર્ટમાં પોલીસની વાનમાં સુનાવણી માટે આરોપીને લાવવા લઈ જવામાં આવતા હોય છે. પરંતું ગઈકાલની ઘટનામાં ખુદ જજ આરોપી બની પોલીસની ગાડીમાં જતાં ચકચાર મચી ગઈ હતી. મોડાસા ટાઉન પોલીસે ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજીસ્ટ્રાર વિજય ભગતની ફરિયાદના આધારે અરવલ્લી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ એસ. સી. પટેલ અને ક્લાર્ક બી. કે. વીજ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.

જો કોર્ટમાં આ પ્રકારે જજ દારૂની નશામાં જોવા મળતા હોય તો ન્યાયની અપેક્ષા સાથે આવતા લોકોની શું હાલત થતી હશે? શું દારૂના નશામાં ચકચાર થયેલા જજ લોકોને ન્યાય અપાવશે?

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular