Tuesday, June 23, 2026
HomeGujaratBhavnagarચા કરતા કીટલી ગરમ: MLAના દિકરા સાથે અકસ્માત મામલે પોલીસકર્મીને ફટકાર્યાની રાવ

ચા કરતા કીટલી ગરમ: MLAના દિકરા સાથે અકસ્માત મામલે પોલીસકર્મીને ફટકાર્યાની રાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar News: ભાવનગરમાં ધારાસભ્યના પુત્ર (MLA Son) અને પોલીસ કોન્સ્ટેબલના (Police Constable) વાહનો વચ્ચે થયેલા અકસ્માત (Accident) બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં ધારાસભ્યના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ બંનેએ સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો હતો તેના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. હાલ CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, શૈલેષ ધાંધલ્યા નામનો પોલીસકર્મી ભાવનગર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. ગત 3 તારીખે સવારના સમયે તેમણે બાઈક લઈને ભાવનગરથી ઘાટરવાળા લગ્ન પ્રસંગે જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક ઈનાવા કારે તેમના બાઈક પાસેથી ટર્ન લેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને પોલીસકર્મી જમીન પર પટકાયા હતા. ત્યાર બાદ પોલીસકર્મીએ ઈનોવા કારનો પીછો કર્યો ત્યારે કાર ચાલકે કારને ઊભી રાખીને પોલીસકર્મીને ગાળો ભાંડી હતી અને પોતે ધારાસભ્યનો પુત્ર ગૌરાંગ ચૌહાણ હોવાની ઓળખ આપી હતી.

- Advertisement -

આ બનાવના ત્રણ દિવસ બાદ વજેરામ લાધવાએ પોલીસકર્મીને ફોન કરીને આ મોટા માણસો હોવાથી બગાડાય નહીં, તું MLA ગૈતમ ચૌહાણ સાથે વાત કરી લે તેમ જણાવ્યું હતું. જેથી પોલીસકર્મીએ ગૌતમ ચૌહાણ સાથે વાત કર્યા બાદ તેમને મળવા માટે પોલીસકર્મી ગૌતમ ચૌહાણની ઓફીસે મળવા માટે ગયો હતો. જ્યાં ગૌતમ ચૌહાણ મળ્યા ન હતા. પોલીસકર્મી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન બાઈક પર પાંચ જેટલા માણસો આવીને પોલીસકર્મીનું બાઈક પાડી દીધુ હતું. સાથે જ ધોકા અને પટ્ટા વડે માર મારવા લાગ્યા હતા. તું ગૌરાંગ સાથે માથાકુટ કરે છે એટલે તને મારી નાખવાનો છે તેમ કહીને પોલીસકર્મીને મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને 108 મારફતે તળાજા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ મામલે હાલ ગૌરાંગ ચૌહાણ અને પોલીસ કર્મી બંનેએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પોલીસ કર્મીને માર મારવામાં આવ્યો તેના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. આ મામલે DySP જયદીપ સિંહ સરવૈયાનું નિવેદન સામે આવ્યું છે. પોલીસને મળેલા CCTV ફૂટેજમાં ધારાસભ્યના પુત્રની ક્યાંય હાજરી નથી. હાલ તપાસ ચાલુ છે, ભાવનગર જિલ્લા પોલીસ વડા પણ તપાસ અર્થે દોડી આવ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular