Monday, June 22, 2026
HomeGeneralમાતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ, 12ના મોત, 14 ઘાયલઃ PM મોદીએ શોક...

માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ, 12ના મોત, 14 ઘાયલઃ PM મોદીએ શોક વ્યક્ત કર્યો, વળતરની જાહેરાત કરી

- Advertisement -

નવજીવન. જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ મચી જવાથી 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 14 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી હતી. આ ઘટના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. આ અકસ્માત સવારે લગભગ 2.45 કલાકે થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆતના અવસર પર દર્શનાર્થે આવેલા ભક્તોની મોટી ભીડ વૈષ્ણો દેવી ભવનમાં એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ હતી. શ્રાઈન બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

- Advertisement -



વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે નાસભાગમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ઓછામાં ઓછા 14 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યું “તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે,”અધિકારીએ જણાવ્યું હતું કે ઘાયલોમાંના ઘણાની સ્થિતિ “નાજુક” હોવાનું જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાસભાગની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને કેન્દ્રીય મંત્રીઓ જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાય સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

પીએમ મોદીએ નાસભાગમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ મૃતકોના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે પણ જાહેરાત કરી છે કે તમામ ઘાયલોની સારવાર શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવશે.

- Advertisement -

વડા પ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે PM નરેન્દ્ર મોદી “વ્યક્તિગત રીતે મામલાની દેખરેખ રાખી રહ્યા છે અને માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગને કારણે સર્જાયેલી દુ:ખદ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.”





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular